ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

હેલિકોપ્ટર દુર્ઘટનામાં આસારામ બાપૂનો ચમત્કારિક બચાવ

PR
P.R
અમદાવાદ - ગોધરાનાં સાયન્સ કોલેજ મેદાનમાં યોજાયેલા સત્સંગ સમારોહમાં હાજરી આપવા ગયેલા સંત આસારામ બાપૂનું હેલિકોપ્ટર લેન્ડિંગ સમયે જ પચ્ચીસેક ફુટની ઉંચાઈથી ધડાકાભેંર ભોંય પર પટકાતા હાહાકાર મચી ગયો હતો. આ હેલિકોપ્ટરમાં સંત આસારામ બાપૂ સહિત અન્ય પાંચ મહત્વની હસ્તીઓ હતી. જેથી સત્સંગ સમારોહમાં મૌજુદ લોકોનાં જીવ અધ્ધર થઈ ગયા હતા અને તેઓ હેલિકોપ્ટર પાસે દોડી આવ્યા હતા. બીજી તરફ જમીન પર પટકાયેલા હેલિકોપ્ટરની પાંખો અને આગળનાં ભાગનાં ફુરચેફુરચા ઉડી ગયા હતા.

જેને પરિણામે એક તબક્કે અંદર બેઠેલા લોકોની શુ પરિસ્થીતી હશે તે વિષે લોકો ચિંતા કરવા લાગ્યા હતા. બિલકુલ એ જ સમયે હેલિકોપ્ટરનાં કાચમાંથી એક હાથ હલતો દેખાયો હતો. આ હાથ બીજા કોઈનો નહીં પરંતુ, સંત આસારામનો હતો. તેઓ પોતે સલામત છે અને તેમની સાથેનાં લોકોને પણ કશુ જ થયુ નથી તેવો સંકેત તેમણે હાથ હલાવી આપ્યો હતો. જેથી તેમના સાધકો તથા અનુયાયીઓને હાશકારો થયો હતો. આખરે, બાપૂને તૂટેલા હેલિકોપ્ટરમાંથી બહાર કઢાયા હતા અને તેમની સાથેનાં તમામને પણ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, કોઈને પણ નાની-મોટી ઈજા નહીં પહોંચી હોવાનુ જણાતા સભા મંડપમાં મૌજુદ લોકો આશ્ચર્યચક્તિ થઈ ઉઠ્યા હતા.