ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી કાવ્ય
Written By નઇ દુનિયા|

દિકરીઓ કંઈક લેવા નથી આવતી

N.D

દિકરીઓ આવે છે પિયર
પોતાની યાદોના સંભારણા લેવા
શોધે છે ભાઈની ખુશીયોને
અને શોધવા આવે છે પોતાનું બાળપણ
મૂકવા આવે છે પોતાના પ્રેમનો દિવો
દિકરીઓ કંઈક લેવા નથી આવતી પિયર

દિકરીઓ બાંધવા આવે છે તાવીજ
પોતાના વ્હાલસોયા ઘરના દરવાજે
કે નજર ન લાગે આ ઘરને કોઈની
તે છલકાવે છે મમતાની નિશ્ચલ ધારા
આપવા આવે છે થોડું-થોડું બધાને
દિકરીઓ કશું લેવા નથી આવતી પિયર

દિકરીઓ જ્યારે પણ પાછી ફરે છે સાસરિયે
ઘણું બધુ ત્યાં જ છોડી જાય છે
તરતું રહે છે ઘરની ભીની આંખોમાં
એનુ વાત્સલ્ય ભર્યુ હાસ્ય
આજે પણ આવે છે,લૂંટાવવા પોતાનો વૈભવ
દિકરીઓ કંઈક લેવા નથી આવતી પિયર