ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી કાવ્ય
Written By વેબ દુનિયા|

શીખો ઋતુ પાસેથી...

N.D
પાનખરના પાંદડા
જે જમીન પર પડ્યા છે
ચમકે-દમકે સોનેરી છે.

પાંદડા જે ઝાડ પર
જે આજે પણ લાગેલ છે
તે મારા મિત્ર
સાંભળો લીલાછમ છે

શીખો ઋતુઓ પાસેથી
રહસ્ય આમાં ધેરાયેલુ છે
જે જડ સાથે જોડાયેલુ છે
તે આજે પણ ઉભુ છે
રંગ જેણે બદલ્યો
તે કચરામાં પડ્યો છે.

N.D
અભિમાનથી છલકાતુ
સફેદઝક ધુમ્મસ
વિચારે છે કે દઈશ
સૂરજને હરાવી

થઈ જાય છે ભસ્મ
મટી જાય છે પોતે
સૂરજની ગરમીમાં
હારી જાય છે પોતે

શીખો ઋતુથી કાંઈક
આમા રહસ્ય ઘણુ છે.
ધમંડથી જેનો
ઘડો ભરાયેલો છે
કુદરતે તેને
તમાચો જડ્યો છે.