ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર , બુધવાર, 21 મે 2014 (09:51 IST)

નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સીએમ પદથી રાજીનામુ આપશે, CMની રેસમાં આનંદીબેન ટોપ પર

. નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મુખ્યમંત્રી પદ અને રાજ્ય વિધાનસભાના સભ્ય પદ પરથી રાજીનામુ આપશે. મોદી ૧૨ વર્ષ, ૭ મહિના, ૧૫ દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. 
 
બપોરે 3:30 વાગ્યે રાજ્યપાલ કમલા બેનીવાલને પોતાનુ રાજીનામુ સોંપતા પહેલા મોદી વિધાનસભાના વિશેષ સત્રમાં ભાગ લેશે. મોદીને વિદાય આપવા માટે આ વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યુ છે. મોદી બીજેપી ધારાસભય દળની બેઠકમાં પણ ભાગ લેશે. જ્યા તેમના ઉત્તરાધિકારીની પસંદગી કરવામાં આવશે. 
 
નવી જવાબદારી માટે આનંદીબેન પટેલનુ નામ સૌથી આગળ ચાલી રહ્યુ છે. નવા સીએમની ચૂંટણીની જવાબદારી બીજેપીના વરિષ્ઠ નેતા થાવરચંદ ગહલોતને આપાવામાં આવી છે. મોડી સાંજે નવા સીએમ સાથે મોદી રાજ્યપાલ પાસે જશે. એવુ કહેવાય રહ્યુ છે કે નવા સીએમ શપથગ્રહણ સમારંભ 22 મે ના રોજ થશે જ્યા મોદી પણ હાજર રહેશે. 
 
નવા પ્રધાનમંત્રીના રૂપમાં શપથગ્રહણ કરવા જઈ રહેલા નરેન્દ્ર મોદીનુ મંગળવારે સાંજે તેમના વિધાનસભા ક્ષેત્ર મણિનગરમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ. આ દરમિયાન મોદીએ કહ્યુ કે પહેલીવાર કોઈ એમએલએને આ રીતે વિદાય મળી છે. સામાન્ય રીતે લોકો એમએલએને ચૂંટણીમાં હરાવીને વિદાય આપે છે.  તેમણે પોતાના ભાષણમાં કહ્યુ કે તમે મત ગુજરાત સરકાર બનાવવા માટે આપતા હતા પણ નારા પીએમના બોલવાતા હતા. આખરે જનતા જનાર્દનનો અવાજ ફાઈનલ થયો. જનતા જનાર્દનમાં આપણું કંઈ ચાલે નહી હવે મણીનગરના લોકો છાતી ફુલાવીને કહેશે કે, એ તો તમારા માટે પીએમ અમારા માટે તો અહિ કાંકરિયામાં આંટા મારતા, દક્ષિણી સોસાયટીમાં જમવા આવતા અને જવાહર ચોકમાં ચા પીતા નરેન્દ્ર મોદી છે. બહુ વહાલું વહાલું લાગે કે ના લાગે?
 
તેમણે ખુદને સતત ત્રણ વાર આ ક્ષેત્રમાંથી જીતાડવા માટે મણીનગરના લોકોનો આભાર માનતા કહ્યુ કે મણીનગરે મને જે પ્રેમ આપ્યો છે એ પ્રેમ ને હું ક્યારેય વિસરી નહી શકુ, મારા મનમાં મણીનગર અને પૂર્વ અમદાવાદના વિકાસ માટેના ઘણાં સપના સાકાર કરવા માંગતા હતા. હું ભલે અહીંથી જાઉં પણ આપના સપના સાકાર થશે તેવો હું વિશ્વાસ આપુ છું.  તેમણે કહ્યુ કે તમે 2012 વિધાનસભા ચૂંટણી દરમિયાન મને પીએમ કહીને બોલાવતા હતા આજે તમારા આશીર્વાદનુ પરિણામ જ છે કે હુ અહી સુધી પહોંચી ગયો. લોકોને સંબોધિત કરતા મોદીએ પોતાના નિકટના અને યૂપીમાં બીજેપીની જીતના સૂત્રધાર રહેલ અમિત શાહના ખૂબ જ વખાણ કર્યા.