બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 7 ઑક્ટોબર 2015 (14:35 IST)

રાજ્યમાં સ્વાઈન ફલૂ અને ડેંગ્યૂના રોગચાળો યથાવત

રાજ્યમાં સ્વાઈન ફલૂ અને ડેંગ્યૂના રોગચાળો આજે પણ યથાવત રહ્યો હતો. અમદાવાદ શહેરમાં આજે ૬૦ વર્ષના કાંતાબહેન આર. પટણી (રહેવાસી એમ.એલ.એ. કવાર્ટસ, સિવિલ હોસ્પિટલ સામે, અસારવા)નું સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલૂની સારવાર લેતા મોત થયું છે. આ ઉપરાંત રાજકોટમાં જામકંડોરણામાં સ્વાઈન ફલૂના દર્દીનું મોત થયું છે. આમ આજે રાજકોટમાં સ્વાઈન ફલૂથી બે દર્દીના મોત થયા છે. આજે ૧૦ નવા સ્વાઈન ફલૂના કેસ નોંધાયા છે.

જેમાં સુરત, રાજકોટ, ગાંધીનગર, પોરબંદરમાં બે-બે કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ અને તાપીમાં એક-એક કેસ નોંધાયા છે. રાજ્યમાં સ્વાઈન ફલૂમાં અત્યાર સુધીમાં ૪૫ દર્દીના મોત થયાં છે. ૧લી ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૩૯૨ દર્દી નોંધાયા છે. જેમાં ૨૯૩ દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે હાલ ૫૪ દર્દી સારવાર હેઠળ છે. રાજ્યમાં આજે ડેંગ્યૂના ૮ નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં બે, સુરતમાં બે, રાજકોટમાં ત્રણ, વડોદરામાં એક ડેંગ્યૂના કન્ફર્મ કેસો નોંધાયા છે.