શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : સોમવાર, 14 માર્ચ 2016 (18:05 IST)

વિધાનસભાના અધ્યક્ષ અને તેમનું સચિવાલય

સંસદીય લોકશાહી પદ્ધતિમાં સભાગૃહની બેઠક દરમ્યાન તેની કાર્યવાહીનું સંચાલન કરનાર અધિકારીને અધ્યક્ષ અથવા સ્પીકર તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યમંત્રી અને મંત્રીઓની રાજ્યપાલ નિમણૂંક કરે છે તેમ અધ્યક્ષની મુખ્યમંત્રી ને કે કોઈ મંત્રીને કે મંત્રી મંડળને રાજ્યપાલ બરતરફ કરી શકે તેમ અધ્યક્ષને કોઈ બરતરફ કરી શકતું નથી . સભાગૃહ બહુમતીથી પ્રસ્તાવ રજૂ કરવા માટે બંધારણની કલમ ૧૭૯(ગ) મુજ્બ ૧૪ દિવસની નોટિસ આપવી જરૂરી છે.ભૂતકાળમાં ઇંગ્લેન્ડના હાઉસ ઓફ કોમન્સમાં અધ્યક્ષનું સ્થાન સલામતીભર્યુ ગણાતું ન હતું. કારણ ર્ક, ગૃહમાં થયેલી ચર્ચા માટે અધ્યક્ષને જવાબદાર ગણવવામાં આવતા હતા અને અમર્યાદ સત્તા ધરાવતા રાજાને ન ગમતા નિર્ણય માટે અધ્યક્ષનો શિરચ્છેદ કરવામાં આવ્યાના પણ દાખલા છે. આ પરિસ્થિતિમાં તે વખતે કોઈ વ્યક્તિ અધ્યક્ષ થવા તૈયાર થતી ન હતી . જો કે હવે ત્યાં અધ્યક્ષનું સ્થાન બહુ જ માન મરતબાવાળું ગણવામાં આવે છે. છતા આજે પણ અધ્યક્ષ તરીકે ચૂંચાયેલા સભ્યને જ્યારે પ્રથમ વખતે અધ્યક્ષસ્થાને બિરાજવા દોરી જવામાં આવે છે.ત્યારે તેઓ તે પદ સ્વીકારવા આનાકાની કરતા હોય એવો દેખાવ કરવાની પ્રણાલી છે.

ભારતના બંધારણની કલમ ૧૭૮ અન્વયે વિધાનસભા પોતાના સભ્યોમાંથી એક સભ્યને અધ્યક્ષ તરીકે અને બીજા એક સભ્યને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટે છે. બંધારણની કલમ ૧૭૪ અન્વયે વિધઆનસભા નું વિસર્જન થાય ત્યારે વિધાનસભાના બધા સબ્યો સભ્ય મટી જાય છે, પરંતુ , અધ્યક્ષ કલમ ૧૭૯ ના બીજા પરંતુહેઠણ નવી ચૂટાયેલી વિધાનસભાના પ્રથમ સત્રની પ્રથમ બેઠક ની શરૂઆત થાય ત્યાં સુધી હોદ્દા પર ચાલું રહે છે અધ્યક્ષને તેમના સ્થાન પરથી દૂર કરવા માટે ૧૪ દિવસની સૂચના ની જરૂર રહે છે અને તે પસાર કરવા કુલ સબ્યોની બહુમતીની જરૂર રહે છે. અધ્યક્ષનું પદ ખાલી હોય ત્યારે તેમની ફરજો ઉપાધ્યક્ષ બજાવે છે.અને વિધાનસભાની બેઠક દરમ્યાન અધ્યક્ષ હાજર ન હોય ત્યારે ઉપાધ્યક્ષ બેઠકનું અધ્યક્ષસ્થાન સંભાળે છે.
અધ્યક્ષનું સ્થાન,સત્તાઓ અને ફરજો
વિધાનસભા એ રાજ્યનાં ત્રણ અંગો- વિધાનસભા, ન્યાયતંત્ર અને રાજ્યની કારોબારીમાંનું એક અંગ છે. આ ત્રણેય અંગોના વડા રાજ્યપાલ છે. જેમ ન્યાયતંત્રમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિનું અને કારોબારીમાં મુખ્યમંત્રીનું સ્થાન સર્વોચ્ચ છે તેમ વિધાનસભામાં અધ્યક્ષનું સ્થાન સર્વોચ્ચ છે. વોરન્ટ ઓફ પ્રિસિડન્સમાંઅધ્યક્ષનું સ્થાન મુખ્યમંત્રી પછી તરતજ અને મંત્રીઓથી આગળ આવે છે.
અધ્યક્ષની મુખ્ય ફરજ સભાગૃહની બેઠકની કાર્યવાહીનું સંચાલન કરવાની છે. તેમને તે માટેની સત્તાઓ બંધારણ અને તે અન્વયે ઘડેલા કામકાજના નિયમોમાંથી તેમજ સ્થાપિત પ્રણાલીઓમાંથી પ્રાપ્ત થાય છે.ગૃહની કાર્યવાહીના સંચાલન દરમ્યાન ગૃહમાં વ્યવસ્થા જાળવવાની જવાબદારી અધ્યક્ષની છે. ગૃહમાં નિયમ વિરૂદ્ધનું વર્તન કરનારસભ્યને શિક્ષા કરવાની સત્તા અધ્યક્ષને છે અને ચર્ચામાં વારંવાર  અસગંત બાબતોનો ઉલ્લેખ કે પુનરાવર્તન ન થાય તેની તકેદારી અધ્યક્ષે રાખવાની હોય છે. સભાગૃહની સઘળી કાર્યવાહી તેમની પરવાનગીથી ચાલે છે. તેમની સંમતિ વગર કોઈ સભ્ય કે મંત્રી કોઈપણ બાબત ગૃહમાં ચર્ચા માટે ઉપસ્થિત કરી શકતા નથી . પ્રશ્ન પૂછી શખતા નથી કે ચર્ચામાં ભાગ પણ લઈ શકતા નથી. વિશેષાધિકાર ભંગની  સૂચનામાં પ્રથમ દર્શનકેસ છે કે નહિ તેમજ સભા મોકૂફીના પ્રસ્તાવની સૂચના નિયમોઅને પ્રસ્થાપિત પ્રણાલિઓ અનુસાર છે કે નહિ તેનો નિર્ણય પણ તેઓ કરે છે. અને તેઓ તેવી સૂચનાને સંમતિઆપે તો જ તે સભાગૃહ  સમક્ષ લાવી શકાય છે. ગૃહમાં બધાં જ પ્રવચનો તેમને ઉદ્દેશીને કરવાના હોય છે. અધ્યક્ષ ઉભા હોય ત્યારે કોઈ સભ્ય ઊભા થઈ શકતા નથી અથવા બોલી શક્તા નથી અથવા પોતાનું સ્થાન લઈ શક્તા નથી કે છોડી શકતા નથી.
ગૃહમાં ઉપસ્થિત થતા વ્યવસ્થાના કે અન્ય પ્રશ્નો સંબંધમાં અધ્યક્ષનો નિર્ણય છેવટનો ગણાય છે અને તેની સામે અપીલ થઈ શખતી નથી. તેમણેઆપેલા નિર્ણયનું દરેક સભ્યે પાલન કરવાનું હોય છે. તેના ઉપર કોઈપણ જાતની ચર્ચા પણ કરી શકાતી નથી. અધ્યક્ષના કાર્યની કે નિર્ણયની ટીકા તેમને પદ પરથી  દૂર કરવાના ખાસ પ્રસ્તાવ સિવાય સભાગૃહમાં થઈ શકતી નથી. આમ ગૃહમાં તેમનું સ્થાન સર્વોચ્ચ છે. સાથે સાથે  તેઓ ગૃહના સેવક અને વડા છે અને તેથી ગૃહના અને સભ્યોના વિશેષાધિકારના રક્ષક છે.

 

ગૃહમાં નિર્ણય હેઠળની બાબતમાં જ્યારે સરખા મત પડે ત્યારે તેમને નિર્ણાયક મત આપવાનો હોય છે તે સિવાય તેમને મત આપવાનો કોઈ અધિકાર નથી. સરખા મત પડે તેવા કિસ્સામાં આ નિર્ણાયક મત કાસ્ટિંગ વોટના નામે ઓળખાય છે.
અધ્યક્ષનું ઉચ્ચ પદ ધારણ કરવાના બદલામાં અધ્યક્ષે અમુક ભોગ પણ આપવો પડે છે. જેમકે, તેઓ ગૃહની ચર્ચામાં ભાગ લઈ શકતા નથી. ગૃહની બહાર પણ વિવાદાસ્પદ બાબતોમાં તેમના મંતવ્યો વ્યક્ત કરી શકતા નથી. તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાયા પહેલા જે પક્ષના સભ્ય હોય તે પક્ષની બેઠકોમાં પણ હાજરી આપતા નથી. તેણે પક્ષાપક્ષીથી પર રહીને સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ એમ બંને વચ્ચે સમતોલપણું જાળવીને પોતાનું કામ કરવાનું હોય છે અને ગમે તે ભોગે અધ્યક્ષના હોદ્દાને અનુરૂપ નિષ્પક્ષ વલણ જાળવી રાખવાનું હોય છે.
વિધાનસભા સચિવાલય
સામાન્ય પ્રજાજનોમાં એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે સચિવાલય એટલે સરકારનું સચિવાલય , જ્યાં પ્રધાનો બેસતા હોય અને જ્યાંથી રાજ્યનો વહીવટ ચાલતો હોય પરંતુ  વિધાનસભાને પણ પોતાનું સચિવાલય છે એવો ખ્યાલ જ ઘણા લોકોને હોતો નથી . ભારતના બંધારણની કલમ ૧૮૭ માં જોગવાઈ કર્યા પ્રમાણે જેમ મંત્રીઓ માટે સચિવાલય છે તેમ વિધાનસભા માટે પણ અલગ સચિવાલય ઉભું કરવામા આવેલુ છે અને તે સરકારનાં સચિવાલયથી તદ્દન અલગ રીતે કામ કરે છે અને તે કોઈ મંત્રી કે સરકારના સચિવાલયના કોઈ વિભાગના તાબા હેઠણ નથી. તે વિધાનસભાના અધ્યક્ષના સીધા નિયંત્રણ હેઠળ કામ કરે છે. વિધાનસભા સચિવાલયના સ્ટાફની ભરતી અને સેવાઓની શરતોને લગતા નિયમો નિયમો સરકારના સચિવાલયથી તદ્દન અલગ છે અને સરકારના સચિવાલયના સ્ટાફને લાગુ પડતી શરતો વિધાનસભા સચિવાલયના સ્ટાફને આપોઆપ લાગુ પડતી નથી. જેમ અધ્યક્ષને સભાગૃહનું સંચાલન રાજકીય પક્ષાપક્ષીથી પર રહીને અને કોઈની શેહ-શરમમાંઆવ્યા સિવાય તટસ્થતાથી કરવાનું હોય છે તે જ રીતે વિધાનસભા સચિવાલયે પણ તેની કામગીરી કોઈની શેહ-શરમમાં આવ્યાં સિવાય તટસ્થતાથી બજાવવાની હોય છે અને તેની કામગીરી તટસ્થાથી બજાવી શકે અને અધ્યક્ષને તટસ્થ સલાહ આપી શકે તે માટે જ તેને કોઈ મંત્રી કે સરકારના સચિવાલયના વિભાગના તાબા હેઠળ ન રાખતા અલગ રાખવાની જોગવાઈ બંધારણની કલમ ૧૮૭ માં કરવામાં આવી છે. વિધાનસભા સચિવાલય અને તેના અધિકારીઓએકરેલા કોઈ કૃત્ય  સંબંધમાં ગૃહમાં કોઈ પ્રશ્‌ન પૂછી શકાતો નથી . અંદાજપત્રમાંની વિધાનસભા સચિવાલયની માંગણીઓ ગૃહ વતી અધ્યક્ષ ગૃહમાં રજૂ કરે છે અને તંદુરસ્ત પ્રણાલી મુજ્બ તે કોઈપણ જાતની ચર્ચા વગર મંજૂર થઈ જાય છે.