ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2009 (11:05 IST)

સરકારે સહકારી બેંકો ખતમ કરી !

હવે ગામડાંનો વારો છે - અર્જુન મોઢવાડિયા

વિધાનસભામાં પુરત માંગણીઓની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કૃષિ વિભાગ માટે વૈદ્યનાથ કમિટીએ 23 કરોડ 75 લાખની ભલામણ કરી હતી. કુલ રૂપિયા 1300 કરોડની ભલામણ સહકાર વિભાગ માટે કરી હતી. પરંતુ શહેરી વિભાગની સહકારી બેંકોને ખતમ કરી નાંખી છે હવે ગામડાને ખતમ કરી નાખશે.

ખેડૂતોને 7 ટકા વ્યાજ લોન આપવા કેન્દ્રએ ભલામણ કરી હતી પરંતુ રાજય સરકારે તે માટે બે ટકા સબસીડી ન ફાળવી. પરિણામે ખેડૂતોને ઓછા વ્યાજે લોન ન મળી.

આંગણવાડીનો ખર્ચ કેન્દ્ર સરકાર આપે છે અને તેમાં કામ કરતી બહેનોનો પગાર વધારી આપ્યો પરંતુ આ બહેનોને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વધુમાં વધુ બહેનો એકઠી કરવાનું કામ સાપવામાં આવીને ત્રાસ આપવામાં આવે છે. મહિલા સંમેલનોમાં આંગણવાડીની બહેનોના પગાર વધારી આપવાની જાહેરાત કરનાર મુખ્યમંત્રીએ એક પણ પૈસો વધાર્યો નથી.