શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , સોમવાર, 22 ડિસેમ્બર 2008 (18:32 IST)

હું કંઇ બનવા માંગતો નથી - મોદી

P.R

રાજ્યના ઉચ્ચ અધિકારીનો ઉધડો લેતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આજે આ અધિકારીઓના બાળકોએ મૂંઝવી દીધા હતા. ઉચ્ચ અધિકારીઓના બાળકો સાથેના એક કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી મોદીનું મન મોહી લીધું હતું તો અટપટા સવાલો પુછી તેમને ચોંકાવી દીધા હતા. તમે શુ બનવા માંગો છો એવા પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે, બનવુએ મારો એજન્ડા નથી એટલે હું કંઇ બનવા નથી માંગતો

દેશના બાળકો માટે તમારૂ શુ સ્વપ્ન છે ?
બાળકોને દરેક ક્ષેત્રનો અભ્યાસ કરવાની તક મળે તથા એ માટે અલગ યુનિવર્સિટીની રચના થાય એ જરૂરી છે.

લોકો તમને યાદ રાખે એ માટે શુ કરશો ?
આપણે આવુ કેમ વિચારવું જોઇએ કે લોકો આપણને યાદ રાખે. આવું વિચારવું એ વધુ પડતું છે.

તમે લીડર કેમ બન્યા ?
લીડર બનવાની ઇચ્છા ન હતી. પરંતુ નાનો હતો ત્યારથી સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચતો આવ્યો છે. નાનપણથી જ દેશ, સમાજ માટે કંઇક કરવું જોઇએ એવી ભાવના જાગી હતી. જે સાથે આજે રાજનીતિમાં આવી ગયો છું.

શુ પરીક્ષા જરૂરી છે ?
અગાઉ એક એવો પણ સમય હતો કે જ્યારે પરીક્ષા જેવું કંઇ હતું નહીં. આપણે ક્યારેક આનો પણ વિચાર કરવો પડશે

તમારી તંદુરસ્તીનું રહસ્ય શુ છે ?
હું નાનપણથી યોગા કરૂ છુ. કસરત કરૂ છું. જે મારી તંદુરસ્તીનું રહસ્ય છે.