મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 30 એપ્રિલ 2009 (18:37 IST)

ગુજરાતમાં 45 ટકા મતદાન

રાજકીય પક્ષોમાં ચિંતા વધી

લોકસભાનાં ત્રીજા તબક્કાનાં મતદાનમાં રાજ્યની 26 બેઠકો માટે ગુરૂવારે યોજાયેલા મતદાનમાં 45 ટકા મતદાન થયું હતું. ગરમીને કારણે મતદારોની સંખ્યા ઓછી જોવા મળી હતી. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનની ટકાવારી શહેર કરતાં વધુ જોવા મળી હતી.

રાજ્યની 26 બેઠકો પર યોજાયેલા મતદાન માટે સવારથી જ મતદારોની સંખ્યા ઓછી જોવા મળતી હતી. જો કે ગરમી અને લગ્નની મોસમને કારણે બપોર પછી મતદારોની ભીડ જામશે,તેવો રાજકીય પક્ષોની આશા હતી. પણ બપોર બાદ મતદારોની સંખ્યામાં થોડોક જ વધારો જોવા મળ્યો હતો. તેથી 2004માં 45.18 ટકાની જેમ આ વખતે પણ 45 ટકા જેટલું મતદાન થયું હતું.

જો કે જિલ્લાવાર મતદાનની ટકાવારી જાણી શકાઈ નથી. પણ 2004નાં પરિણામને ધ્યાનમાં લઈએ તો ભાજપનાં નેતાઓની ચિંતા વધવા લાગી છે. મતદારોની નિરાશા કોનો ભોગ લેશે, તે જાણવા 16 મે સુધી રાહ જોવી પડશે. પણ 2004માં ભાજપને 14 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. તે જોતાં પરિણામનાં બે-ત્રણ બેઠકોની ઉલટફેર થઈ શકે છે.