ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 29 જૂન 2013 (11:04 IST)

લોકસભાની ચૂંટણી પહેલા મુસ્લિમ અને યુવાનોને આકર્ષવાની કવાયત

P.R
લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહે સચર કમિટીના અહેવાલના આધારે દેશના મુસ્લીમો અને યુવાનોને આર્કષવા માટેનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવાના નિર્દેશો આપ્યા છે. ત્યારે બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ જ રીતે યુવાનો અને ખાસ કરીને મુસ્લીમ યુવા પ્રતિભાઓને આર્કષવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે.

આના ભાગરૂપે તેઓ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે એક વિશાળ સંમેલનન સંબોધનાર છે જેમાં ખાસ કરીને મુસ્લિમ યુવાનો, વક્તાઓ અને સ્કોલરો હાજર રહેનાર છે. મોદી 'યંગ ઇન્ડિયન લિડર્સ કોન્ક્લેવ'માં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' અંગે પોતાના વિચારો રજૂ કરશે. આ કોન્ક્લેવમાં દેશભરના પ્રતિભાશાળી યુવાનો, ખાસ કરીને મહત્ત્વના રાજ્યોના મુસ્લિમ યુવાપ્રતિભા ખાસ ઉપસ્થિત રહેવાની છે. મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં સંબોધન સિવાય હાજર યુવાનોના પ્રશ્નોના ઉત્તરો પણ આપશે. આ ઉપરાંત સંમેલનમાં હાજર રહેનાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે અબ્દુલ કલામ અને નરેન્દ્ર મોદી સાથે આ સંમેલનમાં સંવાદ કરવાનો યુવાનોને મોકો મળશે. આ કોન્ક્લેવ દરમિયાન રજૂ થનારા વિચારો, સંવાદોના આધારે તૈયાર થનારા વિઝન ૨૦૨૦ પરના સૂચનો બન્ને મહાનુભાવો સમક્ષ રજૂ કરાશે. આમ મોદી મુસ્લિમ અને યુવાનો સાથે સંવાદ સાધશે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ સચર કમિટીના અહેવાલ સાથે લઘુમતી સમાજ માટે એક ખાસ વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડવા જઇ રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદીએ પણ લઘુમતી સમાજના યુવા પ્રતિભાને આર્કષવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. સિટીઝન્સ ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સના ઉપક્રમે 'હાઉ ગવર્નન્સ એન્ડ બિઝનેસ કેન ચેન્જ ટુ પ્રોવાઇડ ઇન્ડિયન યુથ વીથ ધ ઓપોર્ચ્યુનિટીઝ ધે ડિઝર્વ' વિષય પર ભારતના યુવા બિઝનેસ અને સામાજિક અગ્રણીઓ સાથે ઇન્ટરેક્ટિવ કોન્ક્લેવ યોજાઇ રહ્યો છે. માત્ર યુવાનો માટેના આ સંમેલનમાં બસ્સો મહાનુભાવો ઉપસ્થિત રહેશે એમાં લગભગ ૩૦ ટકા લઘુમતિ સમાજમાંથી આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.