સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (12:34 IST)

આનંદીબેનની શિક્ષણથી લઈને શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધીની સફર

ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન રાજકારણમાં આવ્યા તે પહેલા એક શિક્ષક તરીકે સેવા આપતાં હતાં. તેઓની કોલેજ લાઈફ વિશેની વાત કરીએ તો વિજાપુર તાલુકાની પિલવાઈ કોલેજમાં તેઓ અભ્યાસ કરતાં હતાં. તે સમયે આ કોલેજનો વિસ્તાર સાવ ડરાવનો હતો એટલે કે આ વિસ્તાર સાવ એકલવાયો હતો. આવા વિસ્તારમાં આવેલી પિલવાઈ કોલેજમાં માત્ર બે વિદ્યાર્થીનીઓ હતી જે હજારો વિદ્યાર્થીનીઓ સાથે અભ્યાસ કરતી હતી. જેમાં પ્રથમ આનંદીબેન પટેલ અને બીજા હસુમતીબેન મહેતા. હસુમતીબેન આ જ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતાં હતાં અને છેલ્લે તેઓ કોલેજના પ્રિન્સિપાલ બન્યાં હતાં. જ્યારે આનંદીબેન એક શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં. આ બંને મહિલાઓ આજે સમગ્ર ગુજરાતમાં પોતાની શક્તિને દેખાડી ચુકી છે. હસુમતીબેન આજે રીટાયર્ડ લાઈફ જીવી રહ્યાં છે અને સ્વાધ્યાય પરિવાર સાથે જોડાઈને લોકસેવાનું કામ કરી રહ્યાં છે.
ગુજરાતના રાજકારણમાં નજર કરીએ તો એવા કેટલાક નેતાઓ જણાઈ આવે છે કે, જેઓ પહેલાં શિક્ષક હતા, બાદમાં રાજકારણમાં પ્રવેશ્યા. આ નેતાઓ એથી પણ આગળ વધીને શિક્ષણમંત્રીના હોદ્દા સુધી પણ પહોંચ્યા. ગુજરાતનાં હાલનાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ લાંબો સમય સુધી શિક્ષણમંત્રી રહી ચૂક્યાં છે. તેઓએ કારકિર્દીની શરૃઆત એક શિક્ષક તરીકે કરી હતી. તો સરકારનાં હાલનાં બંને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વસુબહેન ત્રિવેદી પણ શિક્ષક હતાં. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અમદાવાદની મોહિની બા કન્યા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં પ્રિન્સિપાલ સુધી પહોંચ્યાં હતાં. બાદમાં રાજકારણમાં પ્રવેશ કર્યો અને ધારાસભ્ય બનતાંની સાથે જ તેમને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણમંત્રી બનાવ્યાં હતાં. અંદાજે ૩૦ વર્ષ સુધી તેઓએ ગુજરાતી માધ્યમની મોહિની બા કન્યા શાળામાં ફરજ બજાવી હતી. આજે તો ગુજરાતી માધ્યમની મોહિની બા શાળા બંધ થઈ ચૂકી છે, તેને બદલે અંગ્રેજી માધ્યમની શાળા ચાલુ છે.
ગુજરાતી શાળા ઘણાં વર્ષ પહેલાં બંધ થઈ ગઈ હોઈ શાળા કેમ્પસમાં આનંદીબહેન સાથે જોડાયેલું કોઈ જોવા મળતું નથી. જોકે કેટલાક કિસ્સા જાણીતા છે. આનંદીબહેન શિક્ષક હતાં ત્યારે નર્મદા ડેમના પ્રવાસ દરમિયાન ડૂબતી વિદ્યાર્થિનીને તેમણે બચાવી હતી. આ માટે તેમને ‘બે્રવરી’ ઍવોર્ડ પણ મળ્યો હતો. આનંદીબહેનને ‘બેસ્ટ શિક્ષક’ તરીકેનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

આનંદીબહેન પટેલનું શિક્ષણ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામની કન્યા શાળામાં થયું હતું. ધોરણ આઠ સુધી તેઓ વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં ભણ્યાં. જ્યાં તેઓ ૭૦૦ છોકરાઓની વચ્ચે એકમાત્ર છોકરી હતાં. ૧૯૬૦માં તેમણે વિસનગરની એમ.જી. પંચાલ વિજ્ઞાન મહાવિદ્યાલયમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. બાદમાં મહિલા વિકાસ ગૃહ શરૃ કરીને પચાસથી પણ વધુ વિધવા બહેનો માટે રોજગારલક્ષી તાલીમ આપી. ૧૯૬૫માં અમદાવાદમાં આવ્યાં અને અનુસ્નાતકનો અભ્યાસ શરૃ કર્યો. બાદમાં બી.એડ્. અને એમ.એડ્. પણ પૂર્ણ કર્યું. ૧૯૭૦માં તેઆ મોહિની બા કન્યા વિદ્યાલયમાં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષક તરીકે જોડાયાં. તે સમયે મોહિની બા શાળાની અમદાવાદની ખ્યાતનામ શાળાઓમાં ગણના થતી હતી.