મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified શુક્રવાર, 19 જૂન 2015 (17:57 IST)

ગુજરાતમાં ફરજીયાત મતદાન

ગુજરાતમાં ફરજીયાત મતદાનનો કાયદો લાગુ કરવા અંગે સ્પષ્ટતા થઇ ગઇ હોય તેવું ભાસી રહ્યું છે. ફરજીયાત મતદાન મુદ્દે હાલમાં જ આનંદી બહેન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત બાદ શું પરિણામ આવ્યા તેની જાહેરાત કરાઇ નહોતી.

મુખ્યમંત્રી આનંદે બહેન પટેલે રાજકોટ ખાતે એક સભા સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ફરજીયાત મતદાનનો કાયદો લાવવામાં આવશે. રાજકોટમાં કન્યા શિક્ષણ અને શાળા પ્રવેશોત્સવ સમારંભમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં ફરજીયાત મતદાનનો કાયદો લાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બુધવારે નવી દિલ્હીમાં આનંદીબહેન પટેલે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કોઇ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નહોતી. પરંતુ આનંદીબહેન પટેલ દ્વારા હાલમાં જ આપવામાં આવેલા ભાષણ પરથી લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ કાયદાને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.

સૌથી મહત્વની બાબત છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ આ કાયદો લાવવા માટે કેન્દ્રને ભલામણ કરી હતી. સાથે સાથે તેમણે ગુજરાતમાં આ કાયદો લાવવા દેવામાં આવે. જો કે તે સમયની યુપીએ સરકાર અને રાજભવનમાંથી તેને મંજુરી મળી શકી નહોતી.
જેનાં કારણે આ કાયદો પસાર થઇ શક્યો નહોતો. જો કે હાલમાં મોદી સરકાર કેન્દ્રમાં છે. જેનાં પગલે આનંદી બહેન દ્વારા મોદીએ જોયેલું સપનું પુરૂ કરવાનો એક પ્રયાસ છે તેવું કહી શકાય. હાલમાં તો આનંદી બહેનનાં તેવર જોતા લાગી રહ્યું છે કે કાયદાને સરકાર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે.