શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 3 માર્ચ 2012 (12:35 IST)

2002ના રમખાણોમાં ગુજરાત સરકારે પીડિતોને ન્યાય અપાવવનો પ્રયાસ નથી કર્યો

P.R
ગુજરાત રમખાણોની દસમી વરસી પ્રસંગે અમેરિકી પ્રતિનિધિ સભામાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં ગુજરાતની ધાર્મિક સ્વતંત્રતા પુનઃપ્રસ્થાપિત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં દુઃખદ કોમી રમખાણોની ૧૦મી વરસી પ્રસંગે આ પ્રસ્તાવ (એચ રેસ 569)ને પ્રતિનિધિ સભામાં આ સપ્તાહની શરૂઆતમાં અમેરિકી કોંગ્રેસ સભ્ય કીથ એલિસને રજૂ કર્યો હતો. આ પ્રકારના અન્ય પ્રસ્તાવોમાં થાય છે તેનાથી તદ્દન વિપરીત આ પ્રસ્તાવમાં કોઇ સહપ્રાયોજક નહોતું. પ્રસ્તાવને જરૂરી કાર્યવાહી માટે પ્રતિનિધિ સભાની વિદેશી મામલાની સમિતિ પાસે મોકલવાયો છે. ગોધરાકાંડમાં જીવ ખોનારા લોકો સહિત ગુજરાતમાં ર૦૦રમાં હિંસાથી અસરગ્રસ્ત લોકોની પીડાને માન્યતા આપતા પ્રસ્તાવમાં અમેરિકી વિદેશ મંત્રાલયના અભિપ્રાયને સૂચિત કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, ગુજરાત સરકારે રમખાણ પીડિતોને ન્યાય અપાવવા પૂરતો પ્રયાસ કર્યો નથી.

વર્ષ ર૦૦રનાં રમખાણોમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કથિત સંડોવણી અંગે પત્રકારો અને માનવઅધિકાર સમૂહોના રિપોર્ટ અંગે ચિંતા વ્યક્ત કરતા આ પ્રસ્તાવમાં 1998 આંતરરાષ્ટ્રી ય ધાર્મિક સ્વંત્રતના અધિનિ‍યમ અંતર્ગત ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવા મુદ્દે વર્ષ 2005માં મોદીને વિઝા ન આપવાના અમેરિકન સરકારના નિર્ણયની પ્રશંસા કરવામાં આવી છે. ભારતીય અમેરિકી મુસ્લિમ પરિષદે એક વક્તવ્યમાં પ્રતિનિધિ સભામાં રજૂ કરાયેલા આ પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે. IAMC અધ્યક્ષ શાહીન ખાતિબે કહ્યું કે, કોંગ્રેસ સદસ્ય એલિસનનો પ્રસ્તાવ ગુજરાતમાં વર્ષ 2002ની ધાર્મિક હિંસામાં માર્યા ગયેલા લોકોને યાદ કરવાની દિશામાં એક મહત્વનો પ્રયાસ છે.