શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 17 જૂન 2015 (15:53 IST)

શંકરસિંહ વાધેલાના નિવાસ્થાને સીબીઆઈના દરોડા

ગુજરાત વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા અને પૂર્વ કાપડ મંત્રી શંકરસિંહ વાધેલાના નિવાસ સ્થાન અને ઓફિસ પર સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. કેટલાક મીડીયાના અહેવાલ પ્રમાણે સીબીઆઈએ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા સામે ફરિયાદ પણ દાખલ કરી છે. નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન (એનટીસી)ની 1700 કરોડ રૂપિયાની જમીન ગોટાળા અંગે સીબીઆઈએ મોટા પાયે તપાસ શરૂ કરી છે. એનટીસીની ઓફિસ મુંબઈ, ગાંધીનગર અને કલકત્તા સહિત સીબીઆઈએ એક સાથે નવ સ્થાન પર દરોડા પાડ્યા છે. 
 
બુધવારે સવારે 11 વાગ્યે સીબીઆઈની એક ટીમ શંકરસિંહ વાધેલાના ગાંધીનગર રાધનપુર ચોકડી પાસે આવેલ વસંત વગડા બંગલામાં ટીમ પહોંચી હતી અને દસ્તાવેજોની ચકાસણી ચાલુ કરી હતી. શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાનેથી સીબીઆઈએ લેપટોપ પણ કબજે કર્યુ છે. 
 
મીડિયાના અહેવાલો પ્રમાણે આ સર્ચ ઓપરેશનમાં સીબીઆઈ સાથે ઈડી પણ જોડાયુ હતુ. આ રેડમાં લગભગ 20 સભ્યોની ટીમે શંકરસિંહના નિવાસ સ્થાને દરોડા પાડ્યા છે.