શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (11:13 IST)

સીએમ વિજય રૂપાણીએ તેમના મંત્રીઓની ટીમને વિવધ ખાતાંઓની ફાળવણી કરી

આનંદીબેનના રાજીનામા બાદ ગુજરાતના મુખ્યમંત્રીના પદ પર વિજય રૂપાણીએ કાર્યભાળ સંભાળી લીધો છે અને તેમની સાથે જેનું નામ સીએમ તરીકે વધુ ચર્ચામાં હતું તેવા નીતિનભાઈ પટેલ પણ નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળી લીધો છે. આજે આખા દિવસ દરમિયાન કોને કયું ખાતું આપવું એની ચર્ચાઓ કેબિનેટની મિટીંગમાં થઈ હતી. ત્યારે છેક સાંજે સાત વાગ્યે મંત્રીઓને વિવિઘ ખાતાંઓ આપી દેવામાં આવ્યાં હતાં. આ ખાતાઓ ફળવાયાં તે પહેલાં મંત્રીઓએ કઈ ચેમ્બરમાં કઈ જગ્યાએ બેસવું તેની માહિતી આપવામાં આવી હતી. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું અને પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે. આમાં સૌરાષ્ટ્રના 9, ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાત અને અમદાવાદના 4-4મંત્રીઓ છે. જ્યારે પાટીદારો અને ઓબીસી 8-8 સમાવાયા છે. ક્ષત્રિય 3, આદિવાસી 2 અને દલિત-જૈન-સિંધી-બ્રાહ્મણ સમુદાયના 1-1મંત્રીઓનો સમાવેશ થયો છે. છેલ્લા મંત્રીમંડળમાં આનંદીબહેન પટેલ અને વસુબહેન ત્રિવેદી એમ બે મહિલા સભ્ય હતા. જ્યારે રૂપાણીના મંત્રીમંડળમાં એક જ મહિલા અમદાવાદના નરોડાના ધારાસભ્ય નિર્મલા વાધવાણીને લેવાયા છે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પોતાના પ્રધાનમંડળના સભ્યોને ખાતાંની ફાળવણી કરી હતી. આ ફાળવણીમાં તેમણે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને નાણાં તેમજ શહેરી વિકાસ, ભૂપેંદ્રસિંહ ચૂડાસમાને મહેસૂલ અને શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો, બાબુભાઈ બોખીરિયાને પાણી પુરવઠાની જવાબદારી સોંપાઈ છે જ્યારે રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન તરીકેની જવાબદારી પ્રદીપસિંહ જાડેજાને સોંપાઈ છે.


મંત્રીનું નામ     ખાતું
વિજયભાઈ રૂપાણી-મુખ્યમંત્રી     સામાન્ય વહીવટ, ગૃહ, ખાણ ખનીજ, બંદરો, ક્લાઈમેટ ચેન્જ
નીતિનભાઇ પટેલ- નાયબ મુખ્યમંત્રી , નાણા, શહેરી વિકાર અને શહેરી ગૃહ નિર્માણ, માર્ગ અને મકાન, કલ્પસર
કેબિનેટ કક્ષાના મંત્રીઓ      
દિલીપ ઠાકોર     શ્રમ અને રોજગાર
ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા     મહેસૂલ અને શિક્ષણ વિભાગ
આત્મરામ પરમાર     સામાજિક કલ્યાણ
ગણપત વસાવા     આદિજાતી વિકાસ અને વન વિભાગ
બાબુભાઇ બોખીરીયા     પાણી પુરવઠા
જયેશ રાદડીયા     માર્ગ-મકાન અને ઉચ્ચ ટેકનિકલ
ચીમનભાઈ સાપરિયા      કૃષિ અને રોજગાર