મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીધામ , ગુરુવાર, 30 ઑક્ટોબર 2014 (11:00 IST)

નીલોફર ચક્રવાત - કચ્છ ઈંડસ્ટ્રીનો જીવ પડીકે, 2000 જેટલા યુનિટો બંધ, 30,000 લોકોનું સ્થાળાંતર

. સંભવિત નિલોફર વાવાઝોડાને કારણે કચ્છ જીલ્લામાં ફેલાયેલા 70000 કરોડ રૂપિયાના ધંધા સંપત્તિને અસર પહોંચી શકે તેમ ચ હે. કચ્છના નલિયાની આસપાસના 123 ગામો અને કડલા-મુદ્રા પોર્ટ પર નિલોફર સામેના રક્ષણણી તડામાર તૈયારીઓ કરી દેવાઈ છે. આ ગામોના 30000 લોકોને સુરક્ષિત સ્થળે નીક્ળી જવા માટે તંત્ર તરફથી અપીલ કરાઈ છે. 
 
કચ્છના જીલ્લા કલેક્ટર એમ એસ પટેલ કહે છે કે દરિયાકાંઠે કાચા મકાનોમાં રહેતા 30,000 લોકોને અમે સ્થાળાંતર કરવાનુ આયોજન કર્યુ છે. એ સિવાય કેમીકલ અને પેટ્રોકેમિકલ કંપનીઓને તેમનુ પ્રોડક્શન પણ બંધ કરવા નિર્દેશો આપ્યા છે. જીલ્લામાં ચાર નેશનલ ડિસ્ટાઝસ્ટર રીસપોંડ ટીમના 64 જણાને તૈનાત કરાયા છે.
 
દરમિયાન કંડલા પોર્ટ ટ્રસ્ટે ગાંધીધામ વાડીનાર અને કંડલામાં તેના કંટ્રોલરૂમ ચલૌ કરી દીધા છે. કેપીટેના પીઆરઓ સંજીવ ભાટી કહે છેકે અમે સ્કુલ અને હોલના રૂમોને ટેમ્પરરી આશ્રિત સ્થળ બનાવી રહ્યા છીએ. 
 
કચ્છમાં 1998 અને 2000માં આવેલા વાવાઝોડામાં ભારે નુકસાનના અનુભવ પછી હવે સરકારી તંત્ર અને લોકો કોઈપણ પ્રકારનો ચાંસ લેવા માંગતા નથી. ચેમ્બર ઓફ કોમર્સ એંડ ઈંડસ્ટ્રી ઓફ કચ્છના પ્રમુખ રાજેશ ભટ્ટ કહે છે કે આ વખતે અમે ઉંઘતા ઝડપાવવા નથી માંગતા અમે જીલ્લા વહીવટી તંત્ર સાથે મીટિંગ કરી છે. અમને જણાવવામાં આવ્યુ છે કે ગુરૂવાર પછી ન અલિયા અને કંડલા મુદ્રા પોર્ટની આજુબાજુની ઈંડસ્ટ્રીઝે તમામ પ્રકારનું પ્રોડક્શન બંધ રાખી તેમની ધંધાકીય પ્રવૃત્તિ પર રોક લગાવી. 
 
હાલ નલિયાની આસપાસ સાંઘી સીમેંટ અલ્ટ્રાટેક સિમેન્ટ એબીજી જીએમડીસીની ખાણો અને પાન્ધ્રોનો 290 મેગાવોટનું થર્મલ પાવર સ્ટેશન આવેલા છે. નિલોફર વાવાઝોડુ હાલ જે માર્ગ પર આગળ વધી રહ્યુ છે તેમા આ યુનિટો તેના પથ પર આવી શકે તેવા હોવાથી આ તમામને કામકાજથી અળગા રહેવા નિર્દેશો આપ્યા છે. 
 
રાજેશ ભટ્ટ કહે છે કે આ યુનિટોમાં 60000 જેટલા લોકો કામ કરે છે. અહી કોઈ ભારે જાનહાનિ ના થાય તે માટે અમે ગુરૂવારથી આ યુનિટોને બંધ રાખવા જણાવ્યુ છે. 
 
કચ્છમાં આજે 120 જેટલા મોટા ઉદ્યોગો અને 2000 જેટલા નાની ઈંડસ્ટ્રી કાર્યરત છે. 2006થી કચ્છમાં અનેક પવનચક્કીઓના ફાર્મ પણ કાર્યરત છે. નલિયાથી 60 કિલોમીટર દૂર ચાંગડાઈમાં આવેલો સુઝલોન ગ્રુપનો 1200 મેગાવોટનો વીડ પ્લાંટ પણ નિલોફરના માર્ગમાં આવતો હોવાથી તેને પણ સંભવિત વાવાઝોડા અગાઉ બંધ કરી દેવામાં આવશે. કંપનીના સૂત્રો જણાવે છે કે વાવાઝોડુ આવે તે અગાઉ ત્રણ કલાક પહેલા વીજ ઉત્પાદન બધ કરી દેવાશે. 
 
એવી જ રીતે અદાણી પોર્ટના સ્પોકપર્સન કહે છે કે અમે વાવાઝોડાની અગમચેતી રૂપે અમારુ કામકાજ બંધ રાખીશુ.