બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (14:46 IST)

GSTના અમલથી ગુજરાતમા પાકા મકાનો મોંઘા બનશે

ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્સ(GST) લાગુ થવાથી રીયલ એસ્ટેટમાં મકાનો આઠથી નવ ટકા મોંઘા થશે. કારણ કે મટીરીયલ્સ ઉપર હાલ લેવાતો વેટ 5થી 15 ટકા હતો, તે હવે 18 ટકા ઉપરાંત અન્ય સર્વિસ ઉપરનો વેટ 5થી 14.50 ટકા હતો, તે પણ વધીને 18 ટકા થઇ જતાં નવા મકાન ખરીદનારને મકાન મોંઘુ પડશે એમ નિષ્ણાતો જણાવી રહ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર રીયલ એસ્ટેટ, આલ્કોહોલ તથા પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાંથી બાદ રાખવાની કોઈ સ્પષ્ટતા કરાઇ નથી. હાલ ગ્રાહકને ચાલુ બાંધકામમાં મકાન ખરીદનારને જે 4.50 ટકા સર્વિસ ટેક્સ ભરવો પડતો હતો તે ભરવો પડશે કે કેમ તેની કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. તેમજ સ્ટેમ્પ ડ્યૂટી 5.59 ટકા ભરવી પડે છે.
અગાઉ બિલ્ડરને મટીરિયલ ખરીદવામાં 5 ટકાથી 15 ટકા સુધી વેટ ભરવો પડતો હતો. હવે જીએસટી લાગુ થવાથી બિલ્ડરને 18 ટકા ટેક્સ ભરવો પડશે. આ ઉપરાંત, આર્કિટેક્ટ, કન્સલ્ટન્ટ, લેબર કોન્ટ્રાક્ટરને અનુક્રમે 5 ટકા, 10.30 ટકા તથા 14.50 ટકા સર્વિસ ટેક્સ ભરવો પડતો હતો, હવે તમામ માટે 18 ટકા જીએસટી ડ્યૂટી ભરવી પડશે.આના કારણે બિલ્ડરે વધુ ચૂકવેલા નાણા ગ્રાહક પાસેથી વસૂલશે. જીએસટી લાગુ થવાથી બાંધકામ ખર્ચમાં 15 ટકા સુધી વધી જશે.