શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 30 નવેમ્બર 2016 (11:40 IST)

ગુજરાત સરકાર ચૂંટણીની જીતની ખુશીમાં મસ્ત, લોકો કેશ વિના ત્રસ્ત

નોટબંધીના 22 દિવસ બાદ બેંકોમાં તો લોકોની લાઈનો લાગતી બંધ થઈ ગઈ છે પણ એટીએમમાં લોકોની લાઈનો ઓછી થવાનું નામ લેતી નથી. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ખેડૂતો અને નાના વેપારીઓને બેંકોમાંથી પૈસા ઉપાડવા માટે જબરદસ્ત મુશ્કેલીઓ પડી રહી છે. તેની સાથે જે પ્રાઈવેટ કંપનીમાં પગારદારો છે તેમની પાસે છેલ્લા 20 દિવસથી પૈસા જ નથી. આવી પરિસ્થિતીમાં લોકો પૈસા માટે સતત તડપી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે બેંકોમાં હાથીઓના હાથીઓ માવો ખાઈને નિકળી ગયાં પણ કીડીઓને ચણ ના મળ્યું. જે લોકો પાસે બેંકમાં પૈસા છે તેઓ ઉપાડી શકતાં નથી. એક બાજુ સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા મળેલી જીતનો જશ્ન મનાવી રહી છે તો બીજી બાજુ લોકો બેંક પૈસા ક્યારે આપશે એની રાહ જોઈને બેઠા છે. ગુજરાત હાઈકોર્ટે પણ એવો આદેશ કર્યો છે કે હવે પગાર તારીખો નજીક આવી છે તો લોકોને સરળતાથી પૈસા મળે એવી ગોઠવણ કરો. આ બાબતે એક પણ રાજકારણી આગળ આવીને બોલવા તૈયાર થયો નથી. નેતાઓ પોતાના કાર્યાલયોમાં જલ્સા કરી રહ્યાં છે અને તેમને મત આપીને જીતાડનારી જનતા લાઈનોમાં ત્રસ્ત થઈ રહી છે. અમદાવાદ, સુરત, મહેસાણા જેવા શહેરોમાં લોકોને હજી હાલાંકી વેઠવાનો વારો આવે તેવું બની શકે છે. એક બાજુ સરકાર પાટીદારોને રીઝવવા માટે મિટિગો ગોઠવી રહી છે તો બીજી બાજુ બેંકોમાં લોકોને સરળતાથી પૈસા મળે તેવી કોઈ સગવડ કરવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. કોંગ્રેસના કાર્યકરો પણ આ બાબતનો જબરદસ્ત વિરોધ કરી રહ્યાં છે.