શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 29 ઑક્ટોબર 2015 (10:52 IST)

સોમનાથ મંદિર, વેરાવળ ડેપો, કેશોદ એરપોર્ટ અને ઈગલની બસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

એસ.ટી ડેપો મેનેજરને બપોરે 2.30  વાગ્‍યે બંધ કવર મળેલતે કવર ખોલતા તેમાં વેરાવળ ડેપો,સોમનાથ મંદિર,કેશોદ એરપોર્ટ,ઇગલની બસો બોમ્‍બથી ઉડાડી દેવાની તથા અંધાધુધ ફાયરીંગ કરવાની ધમકી મળતા તાત્‍કાલીક પોલીસને જાણ કરતા તાત્‍કાલિક તપાસ કરવા સ્‍થળ ઉપર આવેલ હતી.
 
   એસ.ટી.ડેપોના સ્‍ટેન્‍ડ ઇન્‍ચાર્જ દયારામ બાપુ મેસવાણીયા એ જણાવેલ હતું કે બપોરે 2.30  વાગ્‍યે પોસ્‍ટમેન દરરોજના રૂટીન મુજબ પત્રો તથા પોસ્‍ટકાર્ડ આપી જાય છે તે રીતે જુનીયર આસીસ્‍ટન્‍ટ પ્રદિપગીરી ગૌસ્‍વામીને એડીએમ ઓફીસમાં આપી ગયેલ બંધ કવરમાં જેહાદ આતંકવાદીના નામે લખેલ પત્રમાં જણાવ્‍યુ છે આજે અમે વેરાવળ એસ.ટી. ડેપો ઉડાડી દઇશું તેમજ સોમનાથ મંદિરમાં આજે માનવ બોમ્‍બ ધુસી જશે મંદિરમાં અંધાધુધ ફાયરીંગ કરાશે તેમજ કાલે અમે કેશોદ એરપોર્ટ પર બોમ્‍બ બ્‍લાસ્‍ટ કરીશું અને ઇગલ ટ્રાવેલ્‍સની બસોમાં બોમ્‍બ વિસ્‍ફોટ કરીશું તેવુ લખાણ લખેલ છે.
 
     ઇન્‍ચાર્જ ડીવાયએસપી આર એલ સોલંકી, પી.આઇ મનિષ ઠાકરે જણાવેલ કે ધમકી ભર્યો પત્રમાં ઉડાડી દેવાની ધમકી મળેલ તેને આધાર ગણી ને તમામ જગ્‍યાએ તપાસ હાથ ધરેલ છે. સોમનાથમાં વિશેષ સુરક્ષા ગોઠવેલ છે પત્રને આધાર ગણીને તપાસ ચાલુ કરેલ છે.    વારંવાર આ પત્ર મળતા હોય તેથી પોલીસે પણ ગંભીરતા લીધી છે અને આ પત્રને કયાંથી પોસ્‍ટ થયો  છે તેની તપાસ હાથ ધરાયેલ છે.