બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :ગાંધીનગર , સોમવાર, 23 જાન્યુઆરી 2017 (12:34 IST)

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો દેશની કાયાપલટ કરનાર સાબિત થશે-રૂપાણી

ભાજપની પ્રદેશ કારોબારીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પક્ષને સંબોધન કરતાં કહ્યું હતું કે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો દેશની કાયાપલટ કરનાર સાબિત થશે. તેની સાથે કોંગ્રેસ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે આગામી પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસને કોઈ બચાવી નહી શકે. વિકાસની બાબતમાં ભાજપ સાથે કોઈપણ પક્ષની સરખામણી કરી ન શકાય, તેવો વિકાસ ભાજપ શાસિત રાજ્યોમાં અને હવે દેશનો વિકાસ થઈ રહ્યો છે.
 
ભાજપની પ્રદેશ કારોબારીમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાત વિરોધી, વિકાસ વિરોધી તેમજ સામાજિક સમરસતાનું વાતાવરણ ડહોળવાનુ કોંગ્રેસની વિકૃત માનસિકતાને પ્રજાએ હંમેશા જાકારો આપ્યો છે.
 
સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે ભારતના સફળ અને સશક્ત વૈશ્વિક નેતૃત્વની માન્યતાને કોંગ્રેસ પચાવી શકી નથી.
 
ડેપ્યુટી સીએમ નિતિન પટેલે કારોબારીમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની સફળ અને સબળ કામગીરીના પરિણામ સ્વરૂપે ગરીબ, ગામડું, મહિલા, આદિવાસી, ખેડૂત, શોષીત, દલિત, પીડિતની સરકાર એટલે ભાજપની સરકાર.
 
આફતને અવસરમાં પલટાવી અપેક્ષીત પરિણામ મેળવવાની ક્ષમતા ગુજરાત પ્રદેશ ભાજપાના કાર્યકરોમાં છે. એમ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષજીએ જણાવ્યું હતું.
 
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ કારોબારીમાં કહ્યું હતું કે એકાત્મ માનવવાદના સિધ્ધાંત પ્રમાણે “હર હાથ કો કામ ઔર હર ખેત કો પાની“, તેમજ અંત્યોદયની વિવિધ કેન્દ્ર તેમજ રાજ્યની ભાજપની યોજનાઓ થકી છેવાડાના માનવીઓનો વિકાસ થયો છે