ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 ડિસેમ્બર 2016 (15:28 IST)

મિતાભ મડિયા અને બીજા યુવાનોનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું

અમિતાભ મડિયા અને બીજા યુવાન ચિત્રકારો કૃષ્ણ આર્ય, ગોરેચા મિતલ, તુષાર મોદી, નિધિ પારાદાવા, અંકિત રાઠોડ, ધર્મેન્દ્ર સહાની અને કમલેશ સાલંકીએ સર્જેલાં ચિત્રોનું પ્રદર્શન અમદાવાદની હઠીસિંહ આર્ટ ગેલેરીમાં 26થી 31 ડિસેમ્બર સુધી યોજાયું છે. પ્રદર્શનના પ્રમ દિવસે તેનું ઉદઘાયન જાણીતા યુવાન સ્થપતિ હીરેન પટેલે કર્યું હતું.
 
અમિતાભના ચિત્રોમાં બારકસ બાળકોની નિર્દોષ ધીંગામસ્તી, તોફાન, ધમાચકડી જોવા મથેછે, સાથેસાથે તેમની અભ્યાસ કરવાની લગની પણ જોવા મળે છે.  બાળકોના મુખ પર આનંદ, ઉલ્લાસ, હાસ્ય, રૂદન, નિરાશા જેવા વિવિધ ભાવોનું આલેખન અમિતાભે કર્યું છે. અમિતાભે બાળકો ઉપરાંત યુવાનોની મારામારી અને મારપીટ જેવા દુર્લભ વિષયોનું પણ સચોટ અને મનોહર આલેખન કર્યું છે. તો વળી, માત્ર કાળો, સફેદ અને રાખોડી રંગો વડે આલેખિત માનવીઓના મુખ પર વેદના, પીડા અને વ્યથાના આલે ખનો કરવામાં પણ અમિતાભ સફળ નીવડયા છે.
કૃષ્ણ આર્યએ હિંદુ સાધુઓના જીવનનો ઊંડો અભ્યાસ કર્યા પછી આલેખેલા ચિત્રોમાં સાધુજીવન આબેહૂબ નિરૂપિત થયેલું જોવા મળે છે. કૃષ્ણ આર્ય દર વરસે સતત મહિનાઓ સુધી જૂનાગઢ જઈ સાધુઓ સાથે ભળી જઈને સાધુજીવન ગાળે છે.