શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 17 જૂન 2016 (14:45 IST)

હું બળાત્કાર, હત્યા અને આગચંપી કરુ તો મને ફક્ત 7 વર્ષની સજા ? ગુજરાતના હિન્દુ હોવાનુ ગર્વ થઈ રહ્યુ છે...

અમદાવાદની વિશેષ કોર્ટે 2002માં થયેલ ગુલબર્ગ હત્યાકાંડ મામલે શુક્રવારે 11 લોકોને ઉંમરકેદ, 12ને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. 
 
વિશેષ કોર્ટમાં રહેલ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાલના મુજબ એક દોષીને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે.  કોર્ટના આ નિર્ણય પર લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ટ્વિટર પર ગુલબર્ગ વર્ડિક્ટ ટ્રેંડ કરી રહ્યુ છે. 
 
જાકિયા જાફરી - 2002માં થયેલ રમખાણોમાં માર્યા ગયેલ પૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની જાકિયા જાફરીએ કહ્યુ, "હું સંતુષ્ટ નથી, હુ ખુશ નથી. મારે મારા વકીલોની સલાહ લેવી પડશે. આ ન્યાય નથી." 
 
તેમણે કહ્યુ, "કોર્ટને બધા દોષીયોને ઉંમરકેદની સજા આપવી જોઈતી હતી. આ કેસ મારે માટે આજે ખતમ નથી થઈ. અમે હજુ પણ ત્યા જ છે. જ્યાથી અમે શરૂઆત કરી હતી."
 
વકીલ તીસ્તા સીતલવાડનુ કહેવુ છે, "અમે બદલો લેનારો નિર્ણય નથી ઈચ્છતા પણ સુધાર ઈચ્છીએ છીએ."
 
કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ લખ્યુ છે, "યાકૂબ અને ગુલબર્ગ હત્યાકાંડ માટે કડક સજાની માંગ કરી હતી. સામૂહિક રૂપથી હત્યા કરનારાઓને માફ ન કરવા જોઈએ. 
 
અસરુદ્દીન ઓવૈસી 
 
ઓલ ઈંડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટર પર લખ્યુ છે, "જો નાગરિક સંગઠનોના ઈતિહાસમાં ગુલબર્ગ હત્યાકાંડ સૌથી કાળો અધ્યાય હતો. તો આ મામલે દોષીને સજા-એ-મોત આપવી જોઈએ. ઉંમરકેદ કે 10 વર્ષની સજા પૂરતી નથી."
 
એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યુ, "મોટા દોષીઓને છોડવા ન જોઈએ. તેના પર અપીલ કરવી જોઈએ અને ષડયંત્રના આરોપ પણ લગાવવા જોઈએ."
 
આશીષ ત્રિવેદી 
 
આશીષ ત્રિવેદીએ ટોણો મારતા કહ્યુ છે, "કમાલ છે  હુ બળાત્કાર, આગચંપી હત્યા કરી શકુ છુ અને મને ફક્ત 7 વર્ષની સજા મળશે... એ પણ 14 વર્ષ પછી. ગુજરાતના હિન્દુ હોવાનું હુ ગર્વ અનુભવી રહ્યો છુ. 
 
કરમવીર સિંહે લખ્યુ છે, "કોઈને મોતની સજા નહી, આ શરમની વાત છે. તેઓ ચરમપંથી છે અને તેમને એવી જ સજા મળવી જોઈએ."