ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 10 ઑગસ્ટ 2016 (16:04 IST)

જીતુ વાઘાણીની ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરાઈ

વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાર બાદ તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું. જેથી તેમની ખાલી જગ્યા પડી હોવાથી તે જગ્યાનો ભાર કોને સોંપવો તે અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. હવે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીના નામની જાહેરાત કરવામાં આવી છે. જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે. જીતુભાઈ વાઘાણી લેઉઆ પાટીદાર છે. અગાઉ તેઓ 2007થી 2010 સુધી ગુજરાતના યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ જવાબદારી વહન કરી ચૂક્યા છે. જ્યારે 2010થી 2013 સુધી તેઓ ગુજરાત પ્રદેશ મંત્રીની જવાબદારી સંભાળી ચૂક્યા છે. જીતુ વાઘાણીએ ભાવનગરની શેઠ એચ. જે. કોલેજમાંથી એલએલબી કરેલું છે. તેઓ 2007થી 2010 સુધી ગુજરાત બીજેપી યુવા મોરચાના પ્રમુખ રહી ચુક્યા છે, તો 2010થી 2013 સુધી તેમને ગુજરાત પ્રદેશ મંત્રીની જવાબદારી પણ નિભાવી છે. તેઓ લેઉઆ પાટીદાર છે અને વ્યવસાયિક રીતે તે બાંધકામના બિઝનેસ સાથે સંકળાયેલ છે. જીતુ વાઘાણી યુવાનીમાં એબીવીપીમાં સક્રિય હતા અને ત્યાર બાદ યુવા બીજેપી સાથે જોડાયા. યુવા બીજેપીમાં જોડાયા બાદ તેમની કાર્ય પદ્ધતિને જોતા ભાવનગર શહેરમંત્રી તરીકે પણ જવાબદારી આપવામાં આવી હતી. આ જાહેરાતની સાથે જ અન્ય ચર્ચાઓએ પણ સ્થાન લીધું છે કે મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો છે ત્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પણ સૌરાષ્ટ્રને જ મહત્વ આપવામાં આવ્યું છે.