ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 5 ઑક્ટોબર 2016 (13:19 IST)

નર્મદા ડેમ મોસમમાં ત્રીજી વખત છલકાઇ ઉઠયો, 17 સે.મી.થી ઓવરફલો

મધ્યપ્રદેશમાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે  સોમવારે  મૌસમમાં ત્રીજી વખત અને 3 દિવસમાં સતત બીજી વખત નર્મદા ડેમ 17 સેમીથી ઓવરફલો થયો છે. ઓમકારેશ્વરમાંથી 1.44 લાખ કયુસેક પાણી છોડાતા મંગળવારે રાતે 7 કલાકે ડેમની સપાટી વધીને 122.04 મીટરે સ્પર્શી છે. સરદાર સરોવર નર્મદા ડેમનાં ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદનાં પગલે તમામ જળાશયોમાં જળરાશિ વધતા ઓમકારેશ્વર ડેમમાંથી 1.44 લાખ કયુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો.  જેના કારણે સોમવારે રાતે 1 કલાકે નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટી 121.92 મીટરને વટાવી 3 દિવસમાં બીજી વખત છલકાઇ ઉઠયો હતો. જયારે મૌસમમાં ત્રીજી વખત નર્મદા ડેમ ઓવરફલો થયો છે. સાંજે 7 કલાકે નર્મદા ડેમની સપાટી 122.04 મીટરે સ્પર્શતા 17 સેમીથી ડેમ છલકાઇ રહ્યો છે. સરદાર સરોવરમાં હાલ 92187 કયુસેક પાણીની આવક સામે કુલ જાવક 74049 કયુસેક થતા દર બેથી ત્રણ કલાકે સપાટીમાં 1 સેમીનો વધારો થઇ રહ્યો છે.ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકનાં પગલે રીવરબેડનાં 1200 મેગાવોટની ક્ષમતાનાં તમામ 6 ટર્બાઇનો અને કેનાલહેડનાં 250 મેગાવોટની ક્ષમતાનાં 5 યુનિટો પણ 24 કલાક ધમધમી રહ્યાં છે.