શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 7 જાન્યુઆરી 2016 (14:47 IST)

વડાપ્રધાન મોદી કચ્છમાં જે ટેન્ટમાં રહ્યા હતા તેનું ભાડુ 1 લાખ 22 હજાર રોકડા!

કચ્છના ભાતીગળ બન્ની ખાતેના ધોરડોમાં ચાલી રહેલા કચ્છ રણોત્સવ ૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે જે તંબુ ખડો કરાયો હતો કે જેમાં નરેન્દ્ર મોદી ત્રણ દિવસ સુધી રહ્યા હતા તેમાં રહેવા માટે હવે જાણે હોડ લાગી છે અને સરકારે પણ આ માટે પર્યટકોને રૂપિયા એક લાખ બાવીસ હજારના ભાડાથી ભાડે દેવા માટેની વ્યવસ્થા શરૂ કરી છે. આટલી રકમ ભરતા પર્યટકો વડાપ્રધાનના તંબૂમાં બે રાત્રી અને ત્રણ દિવસ રોકાણ કરી શકશે.


આ સુપર ડુપર તંબુમાં રહેવા માટે અત્યાર સુધી લગભગ પચાસથી વધુ ઇન્ક્વાયરી આવી છે.આ ખાસ પ્રકારના દરબારી તંબુમાં ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અને ફ્રાંસના કાઉન્સલ જનરલ રહી પણ ચુક્યા છે. ૧૬૦૦ સ્ક્વેર ફીટ જેટલા વિસ્તારમાં ઉભા કરાયેલા આ વડા પ્રધાન આવાસમાં એક ડાઈનીંગ રૂમ, મીટિંગ રૂમ,એક્ઝીક્યુટીવ લોન્જ, ડ્રેસિંગ રૂમ,જીમ અને બે શયનકક્ષ આવેલા છે. રાજ્યના પ્રવાસન વિભાગને વિશ્ર્વાસ છે કે દેશભરના ધનિકો અને કોર્પોરેટ હાઉસના સંચાલકો આ રજવાડી તંબુમાં રહેવા માટે થનગની રહ્યા છે.મળતા પ્રાથમિક સંકેતો પ્રમાણે ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ પણ ધોરડો આવે તેવી શક્યતા છે.