ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (15:22 IST)

જૂનાગઢમાં મહાકાય અજગર નીલગાયના બચ્ચાને ગળી ગયો

જૂનાગઢ તાલુકાનાં ગલીયાવડ ગામે ગિરનારનાં જંગલમાંથી આવી ચઢેલા અજગરે નીલગાયનાં બચ્ચાંને પોતાનો કોળીયો બનાવ્યો હતો.  ત્યારપછી તેને પચાવી ન શક્યો. બાદમાં  હલનચલન કરતાં તેના શરીરમાં આંતરિક ઇજાઓ થઇ હતી અને અંતે તે મોતને ભેટ્યો હતો. વજન કરતાં મોટો શિકાર  ગળી ગયા પછી ત્યાંને ત્યાં પડ્યો રહેવાને બદલે તેણે હલનચલન કર્યું. પોતાની વાડીમાં અજગર જોતાં ખેડૂત ગભરૂભાઇએ વનવિભાગને જાણ કરી હતી. મંગળ‌વારે સવારે અજગરને હળવે રહીને વાહનમાં મૂકી સક્કરબાગ ઝૂ ખાતે ખસેડ્યો. સામાન્ય રીતે અજગર જંગલમાં પોતાનાથી મોટા પ્રાણીનો શિકાર કર્યા બાદ એજ સ્થળે દિવસો સુધી પડ્યો રહીને ખોરાકને પચાવે છે. ત્યાં સુધી તે હલનચલન કરી શકતો નથી.   એક આખી નીલગાયને અજગર ગળી ગયો હોય એવું આ કદાચ પહેલીવાર જોવા મળ્યુ. અત્યાર સુધીમાં જૂનાગઢમાં જોવા મળેલા અજગરમાનો આ સૌથી મોટો હોવાનુ માનવામાં આવે છે. અજગર શિંગડા વગરના પ્રાણીનો શિકાર કરવાનું પસંદ કરે છે. એકવાર શિકાર કર્યાં બાદ અજગર મહિનાઓ સુધી ભુખ્યો રહી શકે છે.


 
વીડિયો સાભાર - ANI યુ ટુયુબ