શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : ગુરુવાર, 21 જુલાઈ 2016 (16:51 IST)

#Dalit આક્રોશ Live - રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહ્યું મોદીના ગુજરાતમાં દલિતો પર અત્યાચાર

- સમગ્ર ગુજરાતમાં નબળાં-ગરીબ લોકોને દબાવવામાં આવે છે. આ ગાંધીજી, સરદાર પટેલ, નહેરુજી અને બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ સંઘ અને મોદીની વિચારસણીની લડાઈ છે: રાહુલ ગાંધી
- મોદીજી ગુજરાત મોડેલની વાતો કરે છે, પરંતુ તેમની વિચારસરણી વિરુદ્ધ જનારા લોકોનો અવાજ દબાવી દેવાય છે: રાહુલ
- રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહ્યું મોદીના ગુજરાતમાં દલિતો પર અત્યાચાર
-  રાહુલ ગાંધીએ રાજકોટ એરપોર્ટ પર યોજી પત્રકાર પરિષદ, ભરત સિંહ સોલંકી બોલ્યા અંગ્રેજોના જમાનાની યાદ કરાવતો કિસ્સો બન્યો છે, ઉનાના પગલે ગુજરાતને નીચું જોવાનું વારો આવ્યો, અમે આ મુદ્દે રાજનીતિ કરવા નથી માંગતા
- રાજકોટ હોસ્પિટલ બની રાજકીય અખાડો, અમરેલીનો એક પરિવાર 11 વાગ્યાથી રઝળી રહ્યો છે હોસ્પિટલમાં. દર્દીઓ હજુ પણ સ્ટ્રેચર પર ખાઈ રહ્યાં છે ધક્કા, VIP મૂવમેન્ટથી ઈમરજન્સીમાં સારવાર લેનાર દર્દીઓને તકલીફ
- રાહુલ ગાંધી ઉનામા પિકનિક ઉજવી રહ્યા છે. ભાજપા નેતા કૈલાશ વિજયવર્ગીયનુ નિવેદન 
-સુરેન્દ્રનગર જિલ્લામાં 144ની કલમ લગાવાઈ, સભા-સરઘસ કરાશે નહીં 
- પાટણમાં દલિત મહિલાઓએ થાળી-વેલણ વગાડીને કર્યુ  વિરોધ પ્રદર્શન
-200થી વધુ લોકોનાં ટોળાનો ચાણસ્મા પોલીસ સ્ટેશન પર હલ્લાબોલ

- ધોળકામાં દલિત પેન્થર દ્વારા યોજાયેલ રેલીમાં ફરીથી પરિસ્થિતિ વણસી, મહિલાઓ અને પોલીસો આમને-સામને
- અહેમદ પટેલે ટ્વીટ કરી પૂછ્યું, ગુજરાતમાં દલિતો પર થયેલા અત્યાચાર પર નરેન્દ્ર મોદી ચૂપ કેમ છે? શું તેમણે ગુજરાત મોડેલ પર મત નહોતા માંગ્યા?
- સુરત ડૉ.આંબેડકરની પ્રતિમા પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- પેટલાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિતોની રેલી નીકળી, કલેકટરને સોંપ્યું આવેદન પત્ર
- રાહુલ ગાંધી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં, પીડિતોની લીધી મુલાકાત, પીડિત પરિવારની રાહુલને જોઈને મહિલા ગદગદિત થઈ રડવા માંડી. મહિલાએ આપવિતી 
- કડી થી કલોલ જતી એસટી બસને સળગાવાઈ
- દલિત અત્યાચાર મુદ્દે શરદ યાદવની પ્રતિક્રિયા
- રાહુલ ગાંધી રાજકોટ પહોંચ્યા, રાજકોટ સિવિલ હોસ્પિટલની લેશે મુલાકાત
-  રાજકોટમાં બીઆરટીએસ બસોમાં તોડફોડ
- ઉનાકાંડના વિરોધમાં ઝેર પીનારા ગોંડલના પાંચેય દલિત યુવાનોને હોસ્પિટલમાંથી રજા અપાઈ
-  અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં ગઈ કાલે થયેલા તોફાનો મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી
-  જુનાગઢ: કેશોદમાં દલિતોના ટોળાંનો પથ્થરમારો. દુકાનો બંધ કરાવાઈ. પોલીસે ટીયર ગેસના ત્રણ શેલ છોડ્યા
-  કેજરીવાલે વીડિયો પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે યુવાનો આત્મહત્યા ના કરે, અમે તમારી સાથે છીએ
- કનુભાઈ કલસરિયા રાજકોટ હોસ્પિટલ દલિત પીડિતોને મળવા પહોંચ્યા
-  ધોળકામાં દલિતોની રેલી હિંસક બની, મામલતદાર કચેરી પર કરાયો પથ્થરમારો
- અમદાવાદમાં ખાનપુર ખાતે BJP અનુસૂચિત મોરચાની બેઠક યોજાઈ
- જેતપુરમાં શાળા-કોલેજો કરાઈ બંધ
- પ્રદેશ કૉંગ્રેસ તરફથી દલિત પીડિત પરિવારને અપાશે રૂ.5 લાખ

આણંદના પેટલાદ ખાતે દલિત સમાજની રેલી,  પેટલાદમાં પણ દલિત સમાજે આક્રોશ વ્યક્ત કરીને રેલી યોજી હતી. પોલીસનો મોટો કાફલો આ દરમિયાન હાજર રહ્યો હતો. આણંદના SP સહિતના પોલીસ અધિકારીઓ રેલી સ્થળે હાજર રહ્યાં હતાં. 
 
વડોદરા - મહિલાઓ સહિત 300નું ટોળુ આજે વડોદરામાં રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું. સૂત્રોચ્ચાર-પ્લેકાર્ડ સાથે ઉનાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં મહિલાઓએ થાળી વેલણ સાથે દેખાવો કર્યા હતાં. વડોદરાનો પાદરા-જંબુસર હાઈવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.
 
- અમદાવાદના ધોળકામાં દલિત સમાજે રેલી યોજી.  દલિત સમાજ દ્વારા પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. પોલીસે લોકોને વિખેરવા માટે ટિયરગેસના શેલ છોડ્યાં હતાં
 
- દલિતોને ગેરમાર્ગે દોરવાનું કામ રાજકીય પક્ષો કરી રહ્યા છે ગૌસેવકો આ પ્રકારનું કામ કરી શકે જ નહી.. આ કામ તો લુખ્ખાઓનું છે  - વિક્રમ ચૌહાણ 
-  અમદાવાદ - ધોળકામાં દલિત અને પોલીસ વચ્ચે થઈ બબાલ 
- રાહુલ ગાંધી રાજકોટ એરપોર્ટ પહોચ્યા.. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જઈને પીડિતોને મળશે 

- અમદાવાદ - આપ નેતા આશુતોષનુ પ્રેસ કોંફરેંસ 

- દલિત યુવકો આત્મહત્યાનો પ્રયાસ ન કરે - આશુતોષ 
- આવતીકાલે કેજરીવાલ ઊના આવશે - આશુતોષ 
- જૂનાગઢ - કેસોદના ચાર ચોકમાં  દલિતોનું ટોળુ ઉશ્કેરાયુ, પોલીસે ટોળાને વિખેરવા ટીયરગેસના સેલ છોડ્યા 
- ઉના દલિત યુવકોને ન્યાય મળ્યો નથી - આશુતોષ
- સરકાર દલિત વિરોધી છે. પોલીસના દંડાથી માર મારવામાં આવ્યો હતો - આશુતોષ 
 -  પોરબંદર  કુતિયાણા શહેરમાં શાળા કોલેજો બંધ કરાવવામાં આવી 
- દલિત અત્યાચાર વિરોધ રાજ્યમાં પ્રદર્શન 
-  કુમારી શૈલજા રાહુલ ગાંધી સાથે 
- સુરત - મોટી સંખ્યામાં દલિતો ઉઘના રેલ્વે સ્ટેશન પાસે ઘસી આવ્યા 
- પીડિત પરિવારની મહિલા રાહુલ ગાંધી સમક્ષ ચોધાર આંસુએ રડી પડી 
- રાહુલ ગાંધીએ  પીડિત પરિવાર પર થયેલ અત્યાચારની ક્લિપ જોઈ 
-- કાશ્મીરની સ્થિતિ પર પીએમ ચિંતિત - રાજનાથ સિંહ 
- સુરત - મોટી સંખ્યામાં દલિતો ઉઘના રેલ્વે સ્ટેશન પાસે ઘસી આવ્યા 
- પીડિત પરિવારની મહિલા રાહુલ ગાંધી સમક્ષ ચોધાર આંસુએ રડી પડી 
- રાહુલ ગાંધીએ દલિત પરિવાર સાથે ચા પીધી 




- ઊના - રાહુલ ગાંધી સમઢિયાળા પહોંચ્યા 
- પરિવારની વેદના સાંભળી 
- દલિત પરિવાર સાથે કરી મુલાકાત 
- મોડીરાત્રે રાજકોટના હહૃદયસમાં કાલાવડ રોડ પર કોસ્મો પ્લેક્સ સિનેમાથી મવડી વચ્ચે 200 થી 300 દલિતોનું ટોળું એકત્ર થયું છે 
- ટાયરો સળગાવ્યા રોડ બ્લોક થઈ ગયો
-  પસાર થતા વાહનો ઉપર પથ્થરોના ઘા ઝીકાય છે 
- ભારે ટ્રાફિક જામ
- પોલીસ કાફલો દોડી ગયો

રાજ્યસભામાં બસપાના નેતા માયાવતીએ ઉનાના દલિતો પર ગુજારવામાં આવેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યા પછી ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે. આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સમઢિયાળા આવવાના હોવાથી આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. એટલું જ નહીં, કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં સમઢિયાળા પહોંચી ગયા છે.
 
રાહુલ ગાંધી સવારે સાડા અગિયાર વાગ્યે દિવ એરપોર્ટ પર ઉતરાણ કરશે. જે બાદ રોડ માર્ગે સાડા બાર કલાકે ઉના પહોંચશે. જ્યાં ઉનાના સમઢિયાળામાં પીડિત પરિવારને મળશે. ત્યારબાદ બપોર બાદ 2 કલાકે રાજકોટ પહોંચશે. બપોરે અઢી કલાકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અન્ય પીડિત યુવકોની મુલાકાત લેશે. અને ત્યારબાદ રાહુલ ગાંધી દિલ્લી જવા રવાના થશે.શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પ્રવાશે આવનાર છે. કેજરીવાલ શુક્રવારે ઉનાના સમઢિયાળામાં પીડિતો સાથે મુલાકાત કરશે

સૌરાષ્ટ્રમાં દલિત આંદોલનના વધતા જતા વ્યાપને ધ્યાને લઇ સિનિયર આઇપીએસ અફસરોને વધારાની જવાબ દારીઓ સંભાળવા તાકીદના આદેશ રાજયના સ્ટેટ કન્ટ્રોલ મારફત અપાતા જેઓને આ જવાબદારી સુપરત થઇ છે તેઓએ તાત્કાલીક પોતાની ફરજ સંભાળી લઇ પરિસ્થિતિનુ નિરીક્ષણ પણ ચાલુ કરી દીધુ છે