શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : શનિવાર, 14 મે 2016 (00:42 IST)

અમારી સરકાર આવશે તો તમે ઈસીબીને 20 ટકા અનામત આપવાની ખાતરી- શંકરસિંહ વાઘેલા

રાજદ્રોહના ગુનામાં જેલમાં બંધ હાર્દિક પટેલે કોંગ્રેસના નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને એક પત્ર લખ્યો હતો અને 20 ટકા EBC અનામત અંગે જવાબ માગ્યો હતો. ત્યારે આજે રાજકોટ આવેલા શંકરસિંહ વાઘેલાએ હાર્દિકના પત્ર મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, અમારી સરકાર આવશે તો 100 દિવસમાં 20 ટકા EBC આપવામાં આવશે. એટલું જ નહીં, શંકરસિંહ સરકારની 10 ટકા EBCને લોલીપોપ ગણાવી હતી.

હાર્દિકે શંકરસિંહને સંબોધીને પત્રમાં લખ્યું છે કે, 'રાજ્ય સરકારે ઈસીબી માટે 10 ટકા અનામત અને 6 લાખની આવક મર્યાદાની જાહેરાત કરી તેની સામે તમે (શંકરસિંહે) કહ્યું હતું કે, ઈસીબી માટે 20  ટકા અનામત અને આવક મર્યાદા 12 લાખ હોવી જોઈએ. તો શું તમારી સરકાર આવશે તો તમે ઈસીબીને 20 ટકા અનામત આપવાની ખાતરી આપો છો.' તેણે લખ્યું છે કે, જો તેઓ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ ભરી આવી ખાતરી આપે તો પાટીદાર સમાજ કોંગ્રેસને સાથ આપવાનું વિચારી શકે. આ સાથે જ તેણે લખ્યું છે કે, 'શંકરસિંહ અને કોંગ્રેસ છાસ લેવા જવી અને દોણી સંતાડવી એવી માનસિકતા નહીં રાખે તેવી આશા રાખું છું.'