શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 18 ફેબ્રુઆરી 2015 (16:28 IST)

સ્વચ્છતા અભિયાનઃ અગત્યનાં દસ્તાવેજો શૌચાલયમાં અને શૌચક્રિયા જાહેરમાં

અરવલ્લી જિલ્લા સહિત રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનની ઝૂંબેશો ચાલી રહી છે ત્યારે મેઘરજ તાલુકા પંચાયતના શૌચાલયમાં અગત્યના દસ્તાવેદો મુકવામાં આવતાં કૂતુહુલ સર્જાયું છે.

અરવલ્લી જિલ્લાના પછાત આદિવાસી અને બક્ષીપંચના ૧૨૯ ગામડા અને ૪૬ ગ્રામ પંચાયતો ધરાવતી મેઘરજ તાલુકા પંચાયત આવેલી છે. આ તાલુકા પંચાયતના ૧૯ જેટલા પદાધિકારીઓ ૫૦ ઉપરાંત કર્મચારીઓ કામ કરે છે.
આ તાલુકા પંચાયતમાં ખેતીવાડી ખાતુ, બાંધકામ ખાતુ, બાંધકામ, નારેગા, હિસાબ શાખા, તાલુકા વહિવટી શાખા, આંકડા સહકાર સહિતની ૧૦ ઉપરાંત શાખાઓ આપેલી છે.

આ તાલુકા પંચાયતમાં જુદી જુદી ગ્રામ પંચાયતોને સ્વચ્છતા અભિયાનને લાખો રૃપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે ત્યારે આ જ તાલુકા પંચાયતમાં ટી.ડી.ઓ.ની ઓફિસની સામેના ભાગમાં વર્ષો પહેલા શૌચાલય બનાવવામાં આવેલ છે. પરંતુ આ શૌચાલયમાં મેઘરજ તાલુકા પંચાયતને અગત્યના દસ્તાવેજો મુકવા આવતાં સૌ અરજદારો કૂતુહલતા સર્જાયું છે.
આ તાલુકા પંચાયતમાં રોજીંદા ૫૦ જેટલા કર્મચારીઓ અને ૫૦૦ ઉપરાંત અરજદારો કામ અર્થે આવે છે. આ લોકોને લઘુશંકા કરવા માટે તાલુકા પંચાયતના પાછળના ભાગે ખુલ્લામાં જવું પડે છે ત્યાં પણ ગદકીના ઢગો ઠલવાયા છે. અરવલ્લી જિલ્લા પંચાયત તાલુકા મેઘરજ તાલુકા પંચાયતમાં ૫ ઉપરાંત શૌચાલયો બનાવે તેવી અરજદારોની ઉગ્ર માંગણી છે.