શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (15:17 IST)

સૌરભ પટેલ સામે કાર્યકરોનો અસંતોષ જાહેરમાં પ્રકાશ્યો, વડોદરામાં પોસ્ટરો લાગ્યાં

ગુજરાતના નવા મંત્રીમંડળમાં સૌરભ પટેલને સ્થાન મળતાં વડોદરા શહેરમાં પોસ્ટર વોર શરૂ થયો છે. ભાજપના જ કાર્યકરો દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યાં હોવાનું સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે. સૌરભ પટેલ આમતો બરોડાના નથી પણ તેઓ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી બરોડા જિલ્લાના પાદરા બેઠક પરથી લડ્યાં હતાં. જ્યારે હવે તેમને મંત્રી મંડળમાં સ્થાન ના આપીને વડોદરાના રાજેન્દ્ર ત્રિવેદીને સ્થાન આપતાં કાર્યકરો ખુશ થયા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે. રાજેન્દ્ર ત્રિવેદીને મંત્રીમંડળમાં સ્થાન મળતાં તેમને શુભકામના આપતાં આ પોસ્ટર છે, જેમાં ઉપર લખવામાં આવ્યું છે કે, વડોદરા ‘બહારના’ ધારાસભ્યના બદલે વડોદરા ‘અંદરના’ ધારાસભ્યને ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપવા બદલ હાર્દિક અભિનંદન એવું લખવામાં આવ્યું છે.