શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 14 સપ્ટેમ્બર 2016 (17:47 IST)

અંબાજીમાં એક પદયાત્રીની વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું, જોવા માટે લોકોના ટોળા ઉમટી પડયાં

અંબાજી જતા પદયાત્રીઓ પોતાના રસ્તામાં દેખાતું કૌતુક વોટ્સએપ અને ફેસબુક જેવી સોશિયલ મીડિયાની સાઈટ પર શેર કરવાનું ચૂકતાં નથી. ભાદરવી પૂનમના મહામેળામાં જઈ રહેલા અમદાવાદના એક પદયાત્રીની વેશભૂષાને જોવા માટે રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયાં હતાં. તેની એક તસ્વીર હાલમાં વોટ્સએપ પર ધૂમ મચાવી રહી છે. વેશભુષામાં પર્યાવરણનો સંદેશો આપતો અમદાવાદનો પદયાત્રી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.તેણે વૃક્ષોના પાંદડાથી પોતાના શરીર પર વેશભુષા કરી હતી નવરાત્રી કે કોઈ શાળા કોલેજના ફંક્શનમાં કોઈ વેશ ભૂષા કરે તો માન્યામાં આવે પણ પદયાત્રા કરીને અંબાજી જતા આવી વેશ ભૂષા ક્યારેય માન્યામાં ના આવે તેવી બાબત છે. અંબાજી ને સાંકળતાં માર્ગો  કિડિયા ઘરો ની જેમ માઇ ભક્તો થી ઉભરાઇ રહ્યા છે ને શ્રદ્ધાળુંઓ જેમ જેમ અંબાજી ની નજીક પહોંચી રહ્યા છે. તેમ તેમ જય અંબે નાં જયઘોસ નો નાદ પણ જોર શોર થી ગુંજી રહ્યો છે. જોકે આ પગપાળાં યાત્રા માં કેટલાંક શ્રદ્ધાળું ઓ અવનવાં વેશ ધારણ કરી પદયાત્રા કરી રહ્યા છે જે એક આકર્ષણ રૂપ બન્યાં છે. જોકે એવું માનવામાં આવે છે કે પગપાળાં જતાં યાત્રીકો ને થાક નો અહેસાસ થાય છે ત્યારે આ વેશ ધારી જ્યાંથી પસાર થાય છે. ત્યાં અન્ય પસાર થતાં યાત્રીકો માં ભારે ખુશી નો માહોલ જોવા મળે છે. જે વેશધારી મનોરજંન કરતાં કરતાં અંબાજી પહોંચી રહ્યા છે.