બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 28 એપ્રિલ 2008 (11:02 IST)

અકંલેશ્વર ટ્રક અકસ્માતમાં મૃત્યું આંક 11 થયો

ભરૂચ. ગુજરાતમાં ભરૂચના નેત્રંગ પાસે આવેલા ચાસવડ ગામે જાનૈયાઓથી ભરેલી ટ્રક પલ્ટી ખાઇ જતાં એક માસુમ બાળક સહિત કુલ 10ના કરૂણ મોત નિપજયાં હતાં. જયારે 42 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ અને નેત્રંગ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી આજે એકનું મોત નિપજતાં કુલ મૃત્યું આંક 11નો થવા પામ્યો છે. હજુ 8 થી 10 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

હોસ્પિટલ સુત્રોના જણાવ્યા મુજબ કુલ મૃત્યુઆંક 11 થયો છે જયારે 8 થી 10 વ્યક્તિઓની હાલત ખૂબજ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં જાનૈયાઓના મોતને પગલે પુંજપુંજીયા તથા કાકરપાડા ગામ સહિત સમગ્ર વાલિયા-દેડિયાપાડા તાલુકામાં ગમગીની વ્યાપી ગઇ છે. લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો.

અંત્રે નોંધનિય છે કે, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પુંજપુજીયા ગામે રહેતા શંકરભાઈ વસાવાના સૌથી મોટા પુત્ર રાજેશના ગઇકાલ રવિવારે દેડિયાપાડા તાલુકાના કાકરપાડા ગામના સુરજીભાઈની પુત્રી દીપા સાથે લગ્ન હતા. બપોરના જાન ઉપડી ત્યારે વરરાજા ઈન્ડિકા ગાડીમાં તથા બે ટ્રકોમાં જાનૈયા નીકળ્યા હતા. બે ટ્રક પૈકી પ્રથમ જઈ રહેલી ટ્રકનો ચાલક દલસુખ શામસીંગ વસાવાએ બપોરે દોઢક કલાકે કોયલી માંડવી ગામ પહેલા વળાંક પાસે કાબૂ ગુમાવતાં ટ્રક પલ્ટી ખાઈ ગઈ અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં માસૂમ બાળક સહિત કુલ 11ના કરૂણ મોત નિપજયાં છે. ટ્રક ચાલક નાસી ગયો હોવાથી પોલીસે ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.