બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વાર્તા|
Last Modified: અમદાવાદ. , શુક્રવાર, 24 ઑક્ટોબર 2008 (19:35 IST)

અમદાવાદ બોમ્બકાંડમાં સિમી કાર્યકર્તા ગિરફ્તાર

અમદાવાદની પોલીસે 26 જુલાઈના રોજ શહેરમાં થયેલા સિરીયલ બ્લાસ્ટના મામલે વધુ એક શંકાસ્પદ સિમી કાર્ય કર્તાની મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરી છે.

પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ જણાવ્યુ કે અબ્દુલ મંસુરીને ગુરૂવારે રાત્રે મધ્યપ્રદેશના નાગદામાંથી ધરપકડ કરવામાં આવી હતી, તે તેના સગાસંબંધીના ત્યા છુપાયેલો હતો.

ભાટિયાએ જણાવ્યુ કે મંસુરી સિમીનો સક્રિય કાર્યકર્તા છે, અને તેણે જ વિસ્ફોટોમાં વાપરવામાં આવેલી સાઈકલોની ખરીદી કરી હતી. તેમજ મંસુરીએ આ વર્ષે કેરલ અને ગુજરાતના પાવાગઢમાં થયેલી સિમીની શિબિરમાં ભાગ લીધો હતો.