બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 13 મે 2016 (16:39 IST)

અમદાવાદમાં અકસ્માત રોકવા માટે 3D ઝીબ્રા ક્રોસિંગ બનાવાશે

શહેરમાં વધતાં જતાં અકસ્માતો રોકવા માટે હવે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવશે. શહેરના માર્ગો પર વિશિષ્ટ કહી શકાય તેવા 3D ઝીબ્રા ક્રોસિંગ બનાવવામાં આવશે. જેથી અકસ્માતોની સંખ્યા ઘટાડી સકાય.લાગે છે કે માર્ગ અકસ્માત રોકવામાં પોલીસથી વધારે પેઈન્ટર કારગર નીવડશે. આ હવે સંભવ બનશે અમદાવાદની એક પેઇન્ટરની મદદથી અકસ્માત પ્રોન ઝોનમાં સ્પીડ ઓછી કરે તો અકસ્માત ન થાય.3D પેઇન્ટિંગ બનાવનાર સૌમ્યા ઠક્કર અમદાવાદની ઘણી ઇવેન્ટ અને ઘણી કંપનીઓ માટે એ 3ડી પેઇન્ટીંગ કરે છે. પરંતુ મહેસાણા પાસેથી પસાર થતાં હાઇ-વે પર એક વિચાર આવ્યો કે સ્કુલથી છૂટતા છોકરાં હાઇવે ક્રોસ કરતા અકસ્માતનો ભોગ બને છે. અને તેણે અકસ્માત નિવારવા પોતાની કલાનો પ્રયોગ કર્યો. તેણે 3D ઝીબ્રા ક્રોસિંગ બનાવ્યા અને એ ક્રોસિંગ કોઇપણ વાહન ચાલકને હાઇવે પર 20 ફૂટ દુરથી ઉપસેલા બમ્પ જેવો દેખાય. જેના કારણે એ તેની ગતિ ધીમી કરી શકે અને અકસ્માત નિવારી શકાય.મહેસાણાના હાઇવે પર છત્રાલ પાસે લોકો ચાલતા હાઇવે ક્રોસ કરે છે. પરંતુ બ્રિજ પરથી ફાસ્ટ આવતા વાહનોને કારણે અકસ્માત વધતા હતા. એટલે સૌમ્યા 3ડી ઝીબ્રા ક્રોસિંગ બનાવ્યો છે. જેના કારણે ડ્રાઇવર દુરથી એ જોઇ વાહન ધીમું કરે છે. અકસ્માત રોકવાનું કામ પોલીસનું છે. પરંતુ એક પેઇન્ટરની મદદથી મહેસાણા હાઇવે પર થયેલો પ્રયોગ આવનારા દિવસોમાં દેશભરમાં થશે અને પોલીસના બદલે પેઇન્ટર અકસ્માત રોકવામાં મદદરૂપ થશે.