શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 16 એપ્રિલ 2013 (17:15 IST)

અમદાવાદમાં પણ અનુભવાયો ભૂકંપનો આંચકો

P.R

અમદાવાદમાં પણ આજે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા શહેરની બધી જ હાઈરાઇઝ્ડ બિલ્ડિંગોમાંથી લોકો દોડીને બહાર આવી ગયા હતા. ભૂકંપને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અમદાવાદ સાથે સાથે ગુજરાતના ભૂજ, ભચાઉ, ખાવડા સહિતના કેટલાય વિસ્તારોમાં આંચકો અનુભવાયો હોવાના સમાચાર સાંપડી રહ્યા છે.

ઉપરાંત દિલ્હી, ચંદીગઢ, પંજાબ, જયપુર ઉત્તર ભારતમાં પણ ભૂકંપનો આંચકો અનુભાવાયો છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર આંચકાનું કેન્દ્ર બિન્દુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.