મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 11 માર્ચ 2013 (17:20 IST)

અમદાવાદમાં સોના-ચાંદીની દુકાનો બંધ : મની લોન્‍ડરીંગ એકટનો વિરોધ

P.R
મની લોન્‍ડરિંગ એક્‍ટની વિવાદીત જોગવાઇઓના વિરોધમાં આજે અમદાવાદ શહેરમાં સોના ચાંદીના વેપારીઓ દ્રારા પ્રતિક હડતાળ પાડવામાં આવી છે. વેપારીઓ પોતાની આ હડતાળ મારફતે ઉપરોક્‍ત જોગવાઇ સામે સખત વિરોધ વ્‍યક્‍ત કરી તેને હળવી કરવા માંગણી કરી છે. પ્રતિક હડતાળને રાજયના અન્‍ય સોના ચાંદીના સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે અને હડતાલમાં જોડાયા છે.

સોના ચાંદીના વેપારીઓ પર લાગુ કરવામાં આવેલી પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટની જે જોગવાઇઓનો વેપારીઓ વિરોધ કરી રહ્યા છે તેમાં ખરીદનારના પુરાવા ખોટા સાબિત થાય તો વેપારી સજાને પાત્ર બને, ખરીદનાર ઓળખના પુરાવાઓ રજૂ કરે તેની ખરાઇ વેપારીએ કરવી,ખરીદી કરવા આવનારનો નાણાકીયસ્ત્રોત આંતકવાદી પ્રવૃત્તિનો હોય કે બીનહિસાબી નાણાનો હોય તો વેપારી સાત થી દસ વર્ષની સજાને પાત્ર બને છે, ખરીદનારનો સંપૂર્ણ રેકર્ડ દસ વર્ષ સુધી સાચવી રાખવો વગેરેને સમાવેશ થાય છે.

વેપારીઓનો પક્ષ એવો છે કે,સોના ચાંદીના વ્‍યવસાયમાં સંકળાયેલા વેપારીઓ બેંન્‍કીગં કે અન્‍ય ક્ષેત્ર જેવા પ્રોફેશનલ નથી તેથી તેમના માટે ગ્રાહકોના બધા પુરાવા એકત્ર કરવા મુશ્‍કેલ છે.વળી ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી શહેરમાં સોના ચાંદીની ખરીદી કરવા આવનાર ગ્રાહકોનો દ્યણીવાર બેન્‍ક ખાતાઓ પણ નહિં હોવાનું જણાયુ છે.આવી સ્‍થિતિમાં મની લોન્‍ડરિંગ એક્‍ટની વિવાદીત જોગવાઇઓ વેપારીઓ માટે દ્યણી જ અવ્‍યવહારૂ,મુશ્‍કેલભરી અને તેઓને ખતમ કરી નાંખનારી સાબિત થાય તેમ છે.આ સંજોગોમાં સોના ચાંદીના વેપારીઓ રાજય સહિત દેશભરમાંથી એકત્ર થઇને પોતાની એકતાનો પરિચય આપીને ઉપરોક્‍ત મનસ્‍વી અને આકરી જોગવાઇઓને હળવી બનાવવા કેુન્‍દ્રના નાણામંત્રાલયને રજૂઆત કરશે. જો કેન્‍દ્ર સરકાર કે નાણા મંત્રાલય તરફથી કોઇ સંતોષજનક પરિણામ નહિં મળે તો આવનારા દિવસોમાં વેપારીઓ તેમના આંદોલનને રાષ્ટ્રીયકક્ષાએ છેડતા અચકાશે નહિં.