ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 12 ઑક્ટોબર 2016 (14:56 IST)

આ ગામમાં ઉકળતા તેલમાં હાથ નાંખીને ભુવાજી દ્વારા લોકોને પ્રસાદી આપવામાં આવે છે.

સૌરાષ્ટ્રના બાંટવામાં કોળી સમાજ દ્વારા માતાજીનો તાવડનો ઉત્સવ ઉજવાઈ છે. એમા પણ ભુવા દ્વારા ઉકળતા તેલમાં હાથ નાંખી પ્રસાદી આપવામાં આવે છે.  બાંટવામાં કોળી સમાજ દ્વારા વર્ષોથી દર વર્ષે દશેરાનાં માતાજીનો તાવડો ઉજવવામાં આવે છે. પરંતુ આ તકે શ્રધ્ધાનું અેક ઉચું ઉદાહરણ ત્યારે જોવા મળે છે જયારે માતાજીનાં ભુવા દ્વારા ઉકળતા તેલનાં તાવામાં હાથ નાંખી પ્રસાદી આપવામાં આવે છે. આ તકે આજુ બાજુનાં ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અને આ વર્ષોથી ચાલી આવતી પરંપરામાં એક વાસણમાં તેલને ખદબદતું ગરમ કરવામાં આવે છે. અને તેમાં હાથથી પ્રસાદી તળીને સૌને આપવામાં આવે છે. અને તેમાં હાથથી પ્રસાદી તળીને સૌને આપવામાં આવે છે. ત્યારે આ ચમત્કાર જેવી ઘટના જોઇ ઉપસ્થિતીની આંખો પણ ફાટી રહી જાય છે.આધુનીક જગતમાં કે જયાં અંધ શ્રધ્ધાએ જોર પકડ્યું છે ત્યાં શ્રધ્ધાની આ જ્યોત સૌને પ્રભાવીત કરી જાય છે. માતાજીનાં તાવળા ઉત્સવમાં ભુવા તથા આગેવાનો દ્વારા વ્યસનમુક્તિ માટેની પહેલ કરવામાં આવી હતી. અને સમાજનાં લોકો વ્યસન બને તે માટેનું આહવાન કરવામાં આવ્યું હતું.