શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

આ બેટીને બચાવો

ઓપરેશન નહી થાય તો મૃત્યુ થશે

દેવાંગ મેવાડ

ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો આંદોલનની ઉજવણી કરી રહી છે. ત્યારે જંબુસર નગરની બે વર્ષની બાળકીનાં પિતા તેને બચાવવા માટે દર દરની ઠોકરો ખાઈ રહ્યાં છે. જો એક મહિનામાં તે બાળકીનું ઓપરેશન નહીં થાય તો તે મૃત્યુ પામશે.

ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાનાં બોજાદરા ગામમાં રહેતાં મહેન્દ્રસિંહ પરમારની બે વર્ષની દિકરી દરરોજ મોત તરફ એક પગલું માંડે છે. જન્મ બાદ સતત તાવમાં સપડાયેલી રહેતી શ્રેયાની તબીયતમાં સુધારો ન થતાં તેને ડોક્ટરો પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં ખબર પડી કે તેના હ્રદયમાં છેદ હોવાનું જાણવા મળ્યુ હતું. આ સમાચાર મળતાં જ મહેન્દ્રભાઈનાં પરિવાર પર મુસીબતનાં પહાડ તુટી પડ્યાં હતાં. દિકરીની ચિંતાને કારણે હતપ્રત બનેલી માતા તે આઘાત પચાવી ન શકતાં, દિકરી પહેલાં જ માતાનું મોત થઈ ગયું હતું.

શ્રેયાના ઈલાજ માટે ચાર લાખ રૂપિયાનો ખર્ચો આવે તેવી સંભાવના છે. મહેન્દ્રભાઈ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ સ્થિતિમાં તેમને ખર્ચો કરવાનું પોસાય તેમ નથી. અત્યારે શ્રેયાનો ઈલાજ કરમસદ હોસ્પીટલમાં ચાલી રહ્યો છે. તેમણે શ્રેયાનો સમાવેશ નિરોગી બાળ વર્ષ અને બેટી બચાવો અભિયાનમાં સમાવી લેવા માટે મંત્રી સુધી અરજી કરી છે. પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી.

એક તરફ સરકાર બેટી બચાવોનાં નામ પર લાખો કરોડો રૂપિયા વાપરી રહી છે. ત્યારે જે પરિવાર પોતાની દિકરીને બચાવવા માંગે છે. તેને મદદ કરવા વિચારવું જોઈએ.