શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

આતંકી વિરોધી ઓપરેશન, 20 વર્ષ ચાલ્યું હતું

દેવાંગ મેવાડા

મુંબઈમાં છેલ્લાં 45 કલાકથી ચાલી રહેલાં આતંકવાદી વિરોધી ઓપરેશનનો અંત આવ્યો નથી. ભારત સરકારે પણ આ હુમલા બાદ ગુસ્સાહિત છે. તેણે પાકિસ્તાન સરકારને આઈએસઆઈનાં વડાને નવી દિલ્હી ખાતે બોલાવ્યા છે. આ હુમલામાં આતંકવાદીઓએ મુંબઈની હોટલ અને પારસી અને ઈઝરાયલી લોકોનાં ગેસ્ટ હાઉસ સમાન નરીમાન હાઉસને ખાસ ટારગેટ બનાવ્યા હતાં. તો સવાલ થાય કે જો આવો હુમલો ઈઝરાયલમાં થયો હોત તો શું થાત?

આ સવાલનો જવાબ જાણવા માટે ઈતિહાસનાં પાના શોધવા બેસવું પડે. ઈઝરાયલનાં જન્મજાત દુશ્મન એવા આરબ દેશોએ ઈઝરાયલને હેરાન કરવા પાકિસ્તાનની જેમ આતંકવાદી ઘટનાઓનો સહારો લેતાં હતાં. તે સ્થિતિમાં ઈઝરાયેલે પોતાનાં દેશ અને જનતા માટે જે કામગીરી કરી તે આજે પણ સાંભળતાં રૂવાંડા ઉભા થઈ જાય તેવી છે.

મ્યુનિચ ઓલમ્પિક હત્યાકાંડ
જર્મનીનાં મ્યુનિચમાં 1972માં યોજાયેલા ઓલમ્પિકમાં એક દર્દનાક ઘટના ઘટી હતી. જેમાં પેલેસ્ટાઈનાં આતંકી સંગઠન ફતહનાં એક ભાગ એવા બ્લેક સેપટેમ્બરે ઈઝરાયલનાં 11 ખેલાડીઓની જઘન્ય હત્યા કરી નાંખી હતી. તેમજ તેની જવાબદારી સ્વીકારી હતી. 5 સપ્ટેમ્બરનાં રોજ વહેલી સવારે 4.30 વાગે આ ઘટના થઈ હતી. જેમાં 8 જેટલાં આતંકવાદીઓએ આધુનિક હથિયાર વડે ઈઝરાયલ ખેલાડીઓ જ્યાં રોકાયા હતા. તે એપોર્ટમેન્ટ પર હુમલો કર્યો હતો. અને 9 લોકોને બંધક બનાવીને લઈ ગયા હતાં.

આ બધા મુંબઈની જેમ ફીદાયીન હતાં. જે બધા લેબનોન, સીરિયા અને જોર્ડનનાં રેફ્યુજી કેમ્પનાં હતાં. તેમની ડીમાન્ડ હતી કે ઈઝરાયલની જેમમાં બંધ 234 પેલેસ્ટાઈન લોકો છોડવામાં આવે.

આ ડીમાન્ડ કર્યા બાદ તેમણે પોતાનો ખતરનાક ઈરાદો જાહેર કરવા માટે એક બંધકને મારીને તેની લાશ બહાર ફેંકી દીધી. આ સંકટનાં સમય વખતે તેમણે વાતચીત કરવાનો ના કહી દીધી. જર્મનીએ ઈઝરાયેલનાં સૈનિકને પોતાની જમીન પર પ્રવેશવા દેવાનો ઈન્કાર કર્યો. તે સમયે જર્મની પાસે આતંકવાદીઓ સામે લડવા કોઈ સૈનિક દળ પણ નહતું.

અપહરણકારોએ પૈસાની ઓફરનો સ્વીકાર ન કર્યો. તેઓ ફક્ત પેલેસ્ટાઈન લોકો જે જેલમાં બંધ છે. તેમને છોડી મુકવાની માંગ કરતાં હતાં. ત્યારબાદ અપહરણકર્તાઓએ ઈજીપ્તનાં કાહીરા જવા માટે બે હેલીકોપ્ટરોની માંગ કરી. તેમની માંગ મંજુર રાખવામાં આવી. તેમજ તેમની પાછળ જર્મન અધિકારીઓ પણ એક હેલીકોપ્ટરમાં જવા રવાના થયાં. જર્મન અધિકારીઓએ હેલીકોપ્ટર એરપોર્ટ પર ઉતરે ત્યારે અપહરણકર્તાઓ પર આક્રમણ કરવાની રણનીતિ બનાવી હતી.

પણ જેમાં ચુક થવાથી બે અપહરણકર્તા માર્યા ગયાં. તેનાથી બાકીનાં ચાર અપહરણકર્તાઓએ બે ઈઝરાયેલ બંધકોને મારી નાંખ્યા હતાં. અને, આ અફડાતફડીમાં બાકીનાં અપહરણકર્તાઓએ હેલીકોપ્ટરનાં પાયલોટ અને બંધકો પર ગ્રેનેડ ફેકીને મારી નાંખ્યા હતાં. જેમાં અપહરણકર્તાઓનાં મોત થયા હતાં.

ઈઝરાયેલે પોતાના દુશ્મનોને વીણી વીણીને સાફ કર્ય
ઈઝરાયેલનાં 17 ખેલાડીઓને મારી નાંખવાથી ઈઝરાયેલ સત્તાધીશો હતાશ થયા હતા. પણ તેમણે તેના માટે જવાબદાર ફતહનાં લોકોને મારવા માટે રણનીતિ બનાવી. જેમાં 1973માં બે એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડ બનાવાયા. જેમણે ફતહનાં ચીફ મોહમ્મદ યુસુફને નિશાન બનાવ્યા. ત્યારબાદ 1975માં પણ આ કાર્યવાહી ચાલતી રહી. 1979માં બીજા એક મોટા આતંકવાદી અલી હસનને કાર બોમ્બ દ્વારા ઉડાવી દીધો. આ કાર્યવાહી વિશ્વનાં જુદા જુદા દેશોમાં ચાલતી રહી. જે 1992 સુધી ચાલતી રહી. જો કે હજી એક અંડરગ્રાઉન્ડ આતંકવાદી અલી જમાલ હોવાથી પકડની બહાર છે. પણ હજી ઈઝરાયલની જાસુસી સંસ્થા મોસાદને વિશ્વાસ છે કે તે આતંકીને શોધીને તેને મારી નાંખશે.

હવે ભારત સરકાર શું કરશે?
શું ભારત આવી કોઈ કાર્યવાહી કરી શકશે? આ સવાલ દરેક ભારતીયને સતાવી રહ્યો છે. ભારતીય સેના અને તેના જવાનો તો ભુતકાળમાં શ્રેષ્ઠ કામગીરી કરી ચુક્યાં છે. પાકિસ્તાનનાં બે ભાગલા કરી બતાવ્યા છે. પણ શું વર્તમાનનાં સત્તાધીશોમાં એટલી હિંમત છે કે તેઓ દેશની જનતાનો વિશ્વાસ જીતવા આવી કોઈ કાર્યવાહી કરી શકશે? સવાલ લાખો લોકોનાં જીવન સાથે સંકળાયેલો છે. આ સવાલ અબજો રૂપિયાનાં ખર્ચનો છે. પણ આજે જનતાને પોતાની સુરક્ષાથી વધુ કંઈ માંગતી નથી. ઘરનો વડીલ સવારે કમાવવા માટે બહાર જાય તો તે સુરક્ષિત પાછો આવશે કે નહીં તેની કોઈ ગેરન્ટી નથી. 2008નાં વર્ષમાં દર બે મહિને આતંકવાદીઓ બોમ્બ બ્લાસ્ટ કરીને સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યાં છે. તેમછતાં સરકાર આશ્વાસન અને વખોડી કાઢવા સિવાય કંઈ કરતી નથી. લાગે છે કે આ દેશની જનતાએ ઈશ્વરનાં ભરોસે છે.