શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

આમ આદમી પાર્ટીની છાત્ર યુવા સંઘર્ષ સમિતિ એ દેખાવો યોજ્યા : શિક્ષણ મંત્રીને આવેદન પત્ર આપ્યું

P.R

આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ "છાત્ર યુવા સંઘર્ષ સમિતિ" સમગ્ર દેશના લગભગ બધા રાજ્ય માં કાર્યરત છે.છાત્ર યુવા સંઘર્ષ સમિતિ(સી.વાય.એસ.એસ)નું ગુજરાત એકમ પણ પુર જોશમાં પોતાની કામગીરી બજાવી રહ્યું છે. અમદવાદ શેહેરની વિદ્યાર્થી પાંખે આજે એલ.ડીએન્જીનયરીંગ કોલેજ ખાતે વિદ્યાર્થી જાગૃતિ અભિયાન છેડ્યું હતું. અને ગુજરાતમાં પ્રવર્તી રહેલી શિક્ષિત બેરોજગારી અને ફિકક્સ વેતન આપીને યુવાનોનું શોષણ કરવાની નીતિ રીતી સામે બ્યુગલ ફૂંક્યું હતું. મોટી સંખ્યામાં હાજર રહેલા સી વાય એસ એસ અમદાવાદ શેહેરના કાર્યકરોએ સુત્રોચારો કરી વાતાવરણ ગજવી મુક્યું હતું. એરિયાની ઘણી કોલેજોના સંખ્યા બંધ યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા.
P.R

એલ.ડીએન્જીનયરીંગ કોલેજ ખાતેથી વિદ્યાર્થી કાર્યકરો રેલી સ્વરૂપે ગાંધીનગર ખાતે પોહ્ચ્યા હતા અને શિક્ષણ મંત્રીના કાર્યાલયમાં એક આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે વિકાસના બંણગા ફૂંકતા મોદીના ગુજરાતમાં ૧૬લાખથી વધારે યુવક યુવતીઓ બેરોજગાર છે. ઉપરાંત તાલીમ યોજના અંતર્ગત અંદાજે ૮લાખ બેરોજગાર યુવાનો છે. તેમાં ફક્ત ૨લાખ ને રોજગારી મળી શકી છે અને તે પણ ફિક્સ પગારના વેતનથી દર મહીને માત્ર ૫૩૦૦રૂપિયા આપીને શિક્ષિત બેરોજગારોનું જે શોષણ થઇ રહ્યું છે. તે બંધ કરવા ભાર પૂર્વક રજૂઆત કરી હતી.