ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 29 જુલાઈ 2013 (15:56 IST)

આવું પણ બને!?, મોદીને મળેલી ભેટ હરાજીમાં ખરીદવા કોઈ તૈયાર નથી

P.R
નરેન્દ્ર મોદીની ડિમાન્ડ દેશભરમાં જબરદસ્ત છે, પણ આ ડિમાન્ડ ગુજરાતમાં ઘટતી જતી હોય એવું તેમને મળેલી ભેટના ઑક્શનના આંકડાઓ પરથી લાગી રહ્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટનું બુધવારે સાંજે પાંચ વાગ્યાથી રાજકોટમાં શરૂ થયેલા ઑક્શનમાં શનિવાર રાત સુધીમાં માત્ર ૭૦૩ બોલી આવી હતી તો વધારવામાં આવેલા ગઈ કાલના દિવસે પણ ઑક્શન પ્રત્યે લોકો નીરસ રહ્યા હતા અને ગઈ કાલે માત્ર ૧૦૫ બોલી જ આવી હતી, જેને કારણે રાજકોટના ઑક્શનને બુધવાર સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવું જ વડોદરા અને ભાવનગરના ઑક્શનમાં પણ બન્યું છે. વડોદરાના ઑક્શનમાં નરેન્દ્ર મોદીને મળેલી ૧૦૮૦ ભેટ આપવામાં આવી છે, જ્યારે ભાવનગરમાં ૯૦૦ ભેટ ઑક્શન માટે આપવામાં આવી છે.

રાજકોટની સાથે જ વડોદરાનું ઑક્શન પણ શરૂ થયું હતું, પણ એ ઑક્શનને રાજકોટથી સહેજ સારો પ્રતિસાદ મળતાં ત્યાં નિધાર્રિત સમય સુધીમાં સાઠ ટકા વસ્તુઓ વેચાઈ જતાં આ ઑક્શન બે દિવસ લંબાવવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના રાજકોટ ઉપરાંત ભાવનગરમાં શુક્રવારથી શરૂ થયેલા ઑક્શનમાં ઓછી વસ્તુઓ હતી અને એમ છતાં પણ આ ઑક્શનમાં પણ એક દિવસ લંબાવવામાં આવ્યો છે. અગાઉના ઑક્શન કરતાં આ વખતે બધી જગ્યાએ મળી રહેલા નબળા પ્રતિસાદ માટે BJP વેધરનો વાંક કાઢે છે. રાજકોટના બીજેપીના ધારાસભ્ય અને ગુજરાતના કૃષિપ્રધાન ગોવિંદભાઈ પટેલે કહ્યું હતું કે ‘સતત વરસાદ ચાલુ હોવાને કારણે લોકો પ્રદર્શન સુધી આવી શકતા નથી, જેને કારણે આ વખતે ઑક્શનમાં દિવસો લંબાવવા પડ્યા છે. આને માટે મોદીની લોકપ્રિયતા ઘટી છે એવું કહેવાનો કોઈ અર્થ નથી.’

ઑક્શન જલ્ાદી પૂરું થાય અને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને કોઈ અસર ન પહોંચે એ માટે BJP અને ગુજરાત સરકારના અધિકારી એ અત્યારે પ્રેશર ટãક્નકથી કામ લેવાનું શરૂ કર્યું છે અને સ્થાનિક ઇન્ડસ્ટ્રિયલિસ્ટ, બિલ્ડર અને ડૉક્ટરને આગ્રહ કરીને મોદીની ભેટ માટે બોલી આપવાનું દબાણ કરવું શરૂ કર્યું છે.

નરેન્દ્ર મોદીને મળેલી તલવાર, શો-પીસ, સાફા અને શાલ જેવી ચીજવસ્તુઓના આ વખતેના ઑક્શનમાં સૌથી વધુ રિસ્પૉન્સ મળ્યો છે, જ્યારે નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ, તેમનાં પોસ્ટર અને તેમણે કહેલાં સુવાક્યોવાળાં પોસ્ટર વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં ખપતાં નથી કે કોઈ એના ભાવ પણ આપતા નથી. આ ત્રણ શહેરો વચ્ચે રાજકોટમાં અત્યાર સુધીમાં મોદીના સાત ફોટોગ્રાફ, ભાવનગરમાં ચાર ફોટોગ્રાફ અને વડોદરામાં બાર ફોટોગ્રાફ વેચાયા છે, જ્યારે દરેક શહેરમાં પચાસથી પણ વધુ ફોટોગ્રાફ હજી વેચાયા વિનાના પડ્યા છે.

બેઝ પ્રાઇઝથી દસ ગણી કિંમત આપવામાં આવે તો પ્રાઇઝ આપનારાને સ્પૉટ પર જ એ વસ્તુ આપી દેવાનો નિયમ બનાવવામાં આવ્યો છે, પણ આ વખતના ઑક્શનમાં આ રીતે દસ ગણી પ્રાઇઝ આપનારાઓની સંખ્યામાં પણ જબરો ઘટાડો થયો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં માત્ર ચાર વસ્તુને એકસાથે દસ ગણી કિંમત આપવામાં આવી છે તો વડોદરામાં ત્રણ અને ભાવનગરમાં માત્ર એક જ વસ્તુના દસ ગણા ભાવ આપીને ખરીદવામાં આવી છે.