1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ઈન્દોર , શુક્રવાર, 15 ઑગસ્ટ 2008 (16:20 IST)

આસારામ પરિવારનો મધ્યપ્રદેશમાં આશરો

પાંડવોએ જેમ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન વિવિધ જગ્યાએ રહેતાં હતાં. તેવી રીતે વિવાદોમાં ઘેરાયેલા સંત આસારામ, તેમનો પુત્ર નારાયણ સાંઈ અને પરિવારે પોતાનાં અજ્ઞાત વાસની તૈયારી લીધી છે. તેઓ મધ્યપ્રદેશનાં સિમરોલનાં જંગલની વચ્ચે બનાવેલાં આશ્રમમાં આશ્રય લે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે પોતે ચાર્તુમાસ કરી રહ્યો હોવાનું જણાવી, નારાયણ સ્વામી સીઆઈડીનાં સમન્સને ફગાવી ચુક્યો છે. સાબરમતી સ્થિત આશ્રમની ગુરૂકુળનાં બે વિદ્યાર્થીઓ દિપેશ અને અભિષેકનાં મૃત્યુ, ત્યારબાદ મધ્યપ્રદેશનાં આશ્રમમાં બે બાળકોનાં શંકાસ્પદ હાલતમાં મોત, મુંબઈની એક યુવતિનો નારાયણ સાંઈનાં વ્યભિચારનો ભંડાફોડ, ત્યારબાદ દિલ્હીની એક યુવતિનો આસારામ પર છેડછાડનો આક્ષેપ.

આમ એક પછી એક આસારામ મુસીબતોનો સામનો કરી રહ્યું છે. બધાની સમસ્યા દૂર કરતાં આસારામ બાપુ પોતાની પર આવી પડેલી મુસીબતોથી બચવા બાપુએ અજ્ઞાતવાસ લેવો પડે તેવી સ્થિતિ પેદા થઈ છે.

આસારામ અને તેના દિકરા નારાયણ સાંઈએ મધ્યપ્રદેશનાં ઈન્દોરથી થોડા કિલોમીટર દૂર આવેલા સિમરોલનાં જંગલોમાં આશરો લે તેવી શક્યતા છે. નવ એકરમાં ફેલાયેલા આશ્રમ જંગલોની વચ્ચોવચ છે. ત્યાં પહોચવાનું મુશ્કેલ છે. આ આશ્રમમાં કેટલાય માલેતુજાર અને ઉચ્ચ અધિકારીઓનું આવન-જાવન ચાલતું રહે છે. તો કેટલીકવાર લાલ-પીળી લાઈટો વાળી ગાડીઓ પણ બાપુનાં આશીર્વાદ લેવા આવે છે.

આ આશ્રમ ખંડવા રોડ પર ગોકળીયા ગામમાં આવેલું છે. તેમાં એન્ટ્રી માટે એક જ દરવાજો છે. તેમજ દૂરથી કોઈ ફાર્મહાઉસ જ લાગે છે. અહીં પહોચવામાં સામાન્ય માણસને ખુબ સમસ્યા નડે તેવી છે. નવ માઈલનું અંતર કાપ્યા પછી બે માઈલનો કાચો રસ્તો આવે છે. ઘણાં ઉતાર-ચઢાવ બાદ અહીં પહોચી શકાય છે. આ આશ્રમમાં ધ્યાન માટે રહસ્યમય કોટડીઓ હોય છે. અહીં પણ વ્યભિચાર ચાલતો હોવાનું સ્થાનિક લોકોનું માનવું છે.

આ આશ્રમની જગ્યાએ ત્રણ વર્ષ પહેલા સુધી ચા ના બગીચા હતાં. જેના માલિક એક ઉદ્યોગપતિએ સમગ્ર જમીન આસારામ બાપુનાં નામે કરી દીધી હતી. અને, માત્ર એક વર્ષમાં જ અહીં આશ્રમ કમ ફાર્મ હાઉસ બનાવી દેવામાં આવ્યું છે. તેમજ ગયા મહિને અમદાવાદ ગુરૂકુળ વિદ્યાર્થીઓનાં મૃત્યુ બાદ આશ્રમમાં કામ કરતાં આસપાસનાં ગામડાંનાં મજૂરોને અચાનક નોકરીમાંથી છુટા કરી દેવામાં આવ્યા હતાં.

અમદાવાદ સીઆઈડી ક્રાઈમ બ્રાંચ નારાયણ સ્વામીને શોધી રહી છે. પણ આધારભુત સુત્રોનાં જણાવ્યા મુજબ નારાયણ સ્વામી ઈન્દોર નજીકનાં આ ફાર્મ હાઉસમાં આરામ ફરમાવી રહ્યા છે. આ ફાર્મ હાઉસની હાલની બજાર કિંમત રૂ. 3 કરોડ છે. આસારામ બાપુ પણ આ સ્થળે ઘણી વાર આવી ચુકેલા છે. તેમજ અહીં પઆસારામ પરિવારનો મધ્યપ્રદેશમાં આશરો

પાંડવોએ જેમ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન વિવિધ જગ્યાએ રહેતાં હતાં. તેવી રીતે વિવાદોમાં ઘેરાયેલા સંત આસારામ, તેમનો પુત્ર નારાયણ સાંઈ અને તેમનો પરિવારે પોતાનાં અજ્ઞાત વાસની તૈયારી લીધી છે. તેઓ મધ્યપ્રદેશનાં સિમરોલનાં જંગલની વચ્ચે બનાવેલાં આશ્રમમાં આશ્રય લે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પોતે ચાર્તુમાસ કરી રહ્યો હોવાનું જણાવી, નારાયણ સ્વામી સીઆઈડીનાં સમન્સને ફગાવી ચુક્યો છે.

સાબરમતી સ્થિત આશ્રમની ગુરૂકુળનાં બે વિદ્યાર્થીઓ દિપેશ અને અભિષેકનાં મૃત્યુ, ત્યારબાદ મધ્યપ્રદેશનાં આશ્રમમાં બે બાળકોનાં શંકાસ્પદ હાલતમાં મોત, મુંબઈની એક યુવતિનો નારાયણ સાંઈનાં વ્યભિચારનો ભંડાફોડ, ત્યારબાદ દિલ્હીની એક યુવતિનો આસારામ પર છેડછાડનો આક્ષેપ ....આમ એક પછી એક આસારામ મુસીબતોનો સામનો કરી રહ્યું છે. બધાની સમસ્યા દૂર કરતાં આસારામ બાપુ પોતાની પર આવી પડેલી મુસીબતોથી બચવા બાપુએ અજ્ઞાતવાસ લેવો પડે તેવી સ્થિતિ પેદા થઈ છે.

આસારામ અને તેના દિકરા નારાયણ સાંઈએ મધ્યપ્રદેશનાં ઈન્દોરથી થોડા કિલોમીટર દૂર આવેલા સિમરોલનાં જંગલોમાં આશરો લે તેવી શક્યતા છે. નવ એકરમાં ફેલાયેલા આશ્રમ જંગલોની વચ્ચોવચ છે. ત્યાં પહોચવાનું મુશ્કેલ છે. આ આશ્રમમાં કેટલાય માલેતુજાર અને ઉચ્ચ અધિકારીઓનું આવન-જાવન ચાલતું રહે છે. તો કેટલીકવાર લાલ-પીળી લાઈટો વાળી ગાડીઓ પણ બાપુનાં આશીર્વાદ લેવા આવે છે.

આ આશ્રમ ખંડવા રોડ પર ગોકળીયા ગામમાં આવેલું છે. તેમાં એન્ટ્રી માટે એક જ દરવાજો છે. તેમજ દૂરથી કોઈ ફાર્મહાઉસ જ લાગે છે. અહીં પહોચવામાં સામાન્ય માણસને ખુબ સમસ્યા નડે તેવી છે. નવ માઈલનું અંતર કાપ્યા પછી બે માઈલનો કાચો રસ્તો આવે છે. ઘણાં ઉતાર-ચઢાવ બાદ અહીં પહોચી શકાય છે. આ આશ્રમમાં ધ્યાન માટે રહસ્યમય કોટડીઓ હોય છે. અહીં પણ વ્યભિચાર ચાલતો હોવાનું સ્થાનિક લોકોનું માનવું છે.

આ આશ્રમની જગ્યાએ ત્રણ વર્ષ પહેલા સુધી ચા ના બગીચા હતાં. જેના માલિક એક ઉદ્યોગપતિએ સમગ્ર જમીન આસારામ બાપુનાં નામે કરી દીધી હતી. અને, માત્ર એક વર્ષમાં જ અહીં આશ્રમ કમ ફાર્મ હાઉસ બનાવી દેવામાં આવ્યું છે. તેમજ ગયા મહિને અમદાવાદ ગુરૂકુળ વિદ્યાર્થીઓનાં મૃત્યુ બાદ આશ્રમમાં કામ કરતાં આસપાસનાં ગામડાંનાં મજૂરોને અચાનક નોકરીમાંથી છુટા કરી દેવામાં આવ્યા હતાં.

અમદાવાદ સીઆઈડી ક્રાઈમ બ્રાંચ નારાયણ સ્વામીને શોધી રહી છે. પણ આધારભુત સુત્રોનાં જણાવ્યા મુજબ નારાયણ સ્વામી ઈન્દોર નજીકનાં આ ફાર્મ હાઉસમાં આરામ ફરમાવી રહ્યા છે. આ ફાર્મ હાઉસની હાલની બજાર કિંમત રૂ. 3 કરોડ છે. આસારામ બાપુ પણ આ સ્થળે ઘણી વાર આવી ચુકેલા છે. તેમજ અહીં પણ મેલી વિદ્યા ચાલતી હોવાની વાત બહાર આવી છે.

હવે આસારામ અને તેના પુત્રનાં કરતુતો પરથી પરદો ઉઠી રહ્યો છે. ત્યારે પોલીસ તેમની કડક પુછપરછ કરે તો જ સાચી હકીકત બહાર આવી શકે છે. નારાયણ સ્વામીની સાળી પણ ઈન્દોર રહે છે. તથા ઈન્દોર હાઈકોર્ટમાં નારાયણ સ્વામીએ કરેલી જમાનતની અરજી કરી હતી. જેમાં તેણે અંતરીમ જમાનત મળે, તે માટે અરજી કરી હતી. હાઈકોર્ટ સીઆઈડીનાં સમન્સની કોપી જોવા માંગી છે. હાઈકોર્ટે આ અરજીને જુઠાણું ગણાવીને ફગાવી દીધી છે. ણ મેલી વિદ્યા ચાલતી હોવાની વાત બહાર આવી છે.

હવે આસારામ અને તેના પુત્રનાં કરતુતો પરથી પરદો ઉઠી રહ્યો છે. ત્યારે પોલીસ તેમની કડક પુછપરછ કરે તો જ સાચી હકીકત બહાર આવી શકે છે. નારાયણ સ્વામીની સાળી પણ ઈન્દોર રહે છે. તથા ઈન્દોર હાઈકોર્ટમાં નારાયણ સ્વામીએ કરેલી જમાનતની અરજી કરી હતી. જેમાં તેણે અંતરીમ જમાનત મળે, તે માટે અરજી કરી હતી. હાઈકોર્ટ સીઆઈડીનાં સમન્સની કોપી જોવા માંગી છે. હાઈકોર્ટે આ અરજીને જુઠાણું ગણાવીને ફગાવી દીધી છે.