શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 3 ઑક્ટોબર 2016 (14:19 IST)

ઉત્તર ગુજરાતમાં પિરસાશે માત્ર બે રૂપિયામાં કઢી અને ખિચડીનો નાસ્તો

બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે તેમના સ્વર્ગસ્થ માતા-પિતાની યાદમાં શુક્રવારે અન્નપૂર્ણા રથનો પ્રારંભ કર્યો હતો. જેનુ જિલ્લા વિકાસ અધિકારીએ પ્રસ્થાન કરાવ્યું હતું. રથમાં માત્ર બે રૂપિયામાં કઢી-ખિચડીનો નાસ્તો પીરસવામાં આ‌વશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને બ્રહ્મ સમાજના અગ્રણી રાજેન્દ્રભાઇ જોષી દ્વારા કેશર સેવા ટ્રસ્ટ અતંર્ગત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેમાં શુક્રવારે અન્નપૂર્ણા રથનો પ્રારંભ કરાયો હતો. જેને જિલ્લા વિકાસ અધિકારી અમીત અરોરા અને દશરથબાપુના હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું. અંગે રાજેન્દ્રભાઇ જોષીએ જણાવ્યું હતું કે, બપોરે 12:00 થી સાંજે 7:00 કલાક સુધી રથ પાલનપુરના વિવિધ વિસ્તારોમાં ફરશે. જેમાં માત્ર બે રૂપિયાના ટોકન ભાવથી કઢી-ખિચડીનો નાસ્તો મળશે. બજારમાં અન્ય લારી-ગલ્લાના નાસ્તાના વેપારીઓને નુકશાન થાય તે માટે કઢી-ખિચડીનું મેનુ રાખવામાં આવ્યું છે.