ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Updated : સોમવાર, 14 એપ્રિલ 2014 (12:43 IST)

એક ગુજરાતી વિદ્યાર્થીએ મોબાઇલ પણ ચાર્જ કરી આપે તેવી સાયકલ બનાવી

રાજકોટ જિલ્લાના ગોંડલ ગામમાં રહેતા અને કમ્પ્યુટર ઍપ્લિકેશનમાં સ્ટડી કરતા સાગર વીરડિયા નામના એક સ્ટુડન્ટે એક એવી સોલર સાઇકલ બનાવી છે જે સોલર એનર્જીથી મોબાઇલ ચાર્જ કરવાનું કામ કરશે.
 
આ સાઇકલની બીજી એક ખાસિયત એ પણ છે કે એમાં સ્પીડોમીટર પણ જૉઇન્ટ કરવામાં આવ્યું છે જેને કારણે તમે કઈ સ્પીડ પર સાઇકલ ચલાવી રહ્યા છો એ પણ જાણવા મળશે. ક્રૂડ ઑઇલ બચાવવાના હેતુથી બનાવવામાં આવેલી આ સાઇકલને તેણે લુક પણ યંગ જનરેશનને ગમે એવો આપવાનો પ્રયાસ કર્યો છે. સાગરે કહ્યું હતું કે ‘યંગસ્ટર્સ માટે મોબાઇલ હવે અનિવાર્ય છે ત્યારે મોબાઇલ ચાર્જ થઈ શકે એવી સાઇકલ જો અવેલેબલ હોય તો તેમને સાઇકલ ચલાવવામાં વાંધો નથી. યંગસ્ટર્સને ખાસ ધ્યાનમાં રાખીને જ આ સાઇકલ મેં ડિઝાઇન કરી છે.’ આ સોલર સાઇકલ બનાવવામાં સાગરને અઢી હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો.