શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વાર્તા|
Last Modified: રાયપુર , રવિવાર, 18 જાન્યુઆરી 2009 (17:59 IST)

કર્ણાટકછત્તીસગઢ પાવરપ્લાન્ટ સ્થાપશે

કર્ણાટક અને છત્તીસગઢ સરકારે સંયુક્ત રીતે 1200 મેગાવોટનું વિજળીઘર સ્થાપશે.

આધિકારીક સુત્રોનાં જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ડો.રમણસિંહે કર્ણાટકનાં ઉર્જા મંત્રી કે.એસ.ઈશ્વરપ્પાને આશ્વાસન આપ્યું હતું કે આ સંયુક્ત ઉપક્રમ અંતર્ગત ઝાંઝગીર ચાંપાનાં ગોધનમાં 1200 મેગાવોટની ક્ષમતાનો પાવર પ્લાન્ટ ઉભો કરવામાં આવશે.

આ અંગે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરાર થયો હતો. જે મુજબ પ્રથમ યુનિટ 2012 સુધીમાં શરૂ થવાની ધારણાં છે. ડો.રમણસિંહે આશ્વાસન આપ્યું છે કે જો તેમની પાસે સરપ્લસ વિજળી હશે, તો તેઓ તેને કર્ણાટકને આપશે.