બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (16:39 IST)

કલેકટરોની સત્તામાં વધારો કરાયો: ૫ કરોડ સુધીનું પ્રીમિયમ વસૂલશે

રાયમાં જમીનોના ભાવો આસમાને જતાં તેને બિન ખેતીની કરવા કે અન્ય કામો માટે ગાંધીનગરની મંજૂરી લેવાની ફાળોનો મોટો ભરાવો થઈ જતો હતો. તેથી રાયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વહીવટને સરળ કરવા અને ઝડપી કામ થાય તે માટે રૂા.૫ કરોડ સુધીની જમીનોને બિન ખેતીની કરવા કે અન્ય મંજુરીઓ માટેની સતાઓ રાયના ૩૩ કલેકટરોને સોંપી છે. જેનાથી રીયલ એસ્યેટના કામોમાં ઝડપ આવતા નિકાલ ઝડપી બનશે. ગાંધીનગરમાં હજારો ફાઈલોનો ભરાવો થઈ જતો હતો તે એક જ નિર્ણયથી હવે ગાંધીનગરનું ભારણ ઘટશે. જો કે, પાંચ કરોડથી વધુની કિંમતની ખેતીની જમીનોને ગાંધીનગરથી જ મંજુરી મળશે.
 
દેશમાં કોઈ કલેકટરને આટલી વિશાળ સત્તાઓ નથી. પાંચ કરોડ સુધીની જમીનોની સત્તા ધરાવતા હોય તેવા પાવરફલ કલેકટરો માત્ર ગુજરાતના છે. પણ કલેકટર કચેરીમાં એનએ કરવાની ઉચી રકમ અંડર ટેબલ લેવામાં આવે છે. તે અંગે કોઈ સ્પષ્ટ્ર આદેશો કરાયા નથી. જેથી જિલ્લા કક્ષાએ ભ્રષ્ટ્રાચાર વધે તેવી પણ શકયતા જોવામાં આવી રહી છે.
 
સેંકડો કેસોનો નિકાલ જિલ્લા મથકે નિવેડો લાવવાની સત્તા આપવાની સાથે કલેકટરોએ આવા કામનો નિકાલ ૬૦ દિવસમાં જ લઈ લેવો પડશે. જો તેનાથી વધારે સમય જશે તો માગણી મુકાનારા લોકો સરકાર વમક્ષ ફરિયાદ કરી શકશે.
 
મુખયમંત્રી આનંદીબેન પયેલે સોમવારે નિર્ણય લઈને ગાંધીનગર ઓછામાં ઓછી ફાઈલો સાથે અને રસ્તાનું કેન્દ્રીકરણ કરવાના બદલે વિકેન્દ્રીકરણ કરીને જિલ્લા મથકોએ જ આવી ફાઈલોનો નિકાલ થાય તે જરૂરી છે. બે કરોડ સુધીની જમીનોના બિનખેતીની મંજુરી કલેકટર આપતા હતાં. પાંચ કરોડની જમીનનું ૪૦ ટકા લેખે રૂા.૨ કરોડ સુધીનું પ્રિમિયમ હવે કલેકટરો વસુલ કરી શકશે.