શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 2 મે 2014 (11:44 IST)

કોંગ્રેસની પહેલી વિકેટ પરિણામ પહેલા જ પડી

જામનગરના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઇ માડમ કહે છેઃ હું હારવાનો છું
 
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ મતદાન નોંધાયું છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જીતના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે  આવા નિવેદનો અને દાવાઓ વચ્ચે જામનગરના કોંગ્રેસના ઉમેદવાર અને સાંસદ વિક્રમભાઇ માડમે પોતે હારી જશે તેવો દાવો કર્યો છે.  
 
વર્ષ 1967ની લોકસભા ચૂંટણી બાદ આ વખતેની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. ત્યારે મતદારોમાં મળેલા જુસ્સા બાદ તમામ પક્ષનાં ઉમેદવારો પોતાની જીત થશે તેવા દાવાઓ કરી રહ્યાં છે. ત્યારે આ દાવાઓની વચ્ચે જામનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન સાંસદે જામનગર બેઠક પરથી પોતાની હાર થશે તેમ જણાવી રહ્યાં છે. વિક્રમ માડમના જણાવ્યા મુજબ તેઓ જામનગર બેઠક ઉપરથી 20,000 મતથી હારી જશે તેવો દાવો વ્યક્ત કર્યો છે.  
 
વિક્રમભાઇ માડમના દાવા મુજબ, 30મી એપ્રિલે કોંગ્રેસ તરફી મતદાન ઘણું ઓછું થયું છે અને ભાજપ તરફિ મોટા પ્રમામણાં મતદાન થયું હોવાથી તેઓનો પરાજય નક્કી છે તેવો દાવો કર્યો છે. વિક્રમભાઇ માડમે ગઇ વખતની ચૂંટણીમાં પણ દાવો કરી, 25 હજાર મતથી પોતાનો વિજયી થશે તેમ જણાવ્યું હતું. અને આશ્ચર્યજનક રીતે પરિણામ બાદ વિક્રમભાઈના દાવા મુજબ થયું હતું.અને વિક્રમભાઈ વિજયી મેળવ્યો હતો.. વિક્રમ માડમ અગાઉ બે વખત લોકસભાની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરી ચુક્યા છે.  
 
આ વખતની લોકસભાની ચૂંટણીમાં વિક્રમભાઈ સામે ભાજપે મુળ કોંગ્રેસના અને થોડા સમય પહેલાં જ ભાજપમાં ભળેલા પુનમબહેન માડમને ટિકિટ આપી હતી. વિક્રમ માડમ અને પુનમ માડમ એક જ પરિવાર હોય અને કાકા-ભત્રીજી થતા હોય બંને વચ્ચેની ચૂંટણી જંગ હોય તમામનું ધ્યાન ખેંચ્યું હતું. વિક્રમ માડમ અને પુનમ માડમે ભાજપ અને કોંગ્રેસ તરફી મતદાન થાય તેવા પુરેપુરા પ્રયત્નો કર્યા હતા. પરંતુ 16મી મેનાં રોજ આવનારા ચૂંટણી પરિણામ પહેલાં જ વિક્રમ માડમે હાર સ્વીકારી લીધી છે. તો સામે ભાજપના ઉમેદવાર પુનમ માડમે જણાવ્યું હતું કે, તેઓ ગણીતમાં ઘણાં કાચા છે એટલે કેટલી લીડ મળશે તેની ગણતરી કરી નથી. પરંતુ જામનગર લોકસભાની બેઠકમાં પોતાનો વિજ્યી નિશ્ચિત છે તેવો વિશ્વાસ વ્ય~ત કર્યો હતો.
 
લોકસભાની જામનગર બેઠકમાં પરાજયનો ખુલ્લો એકરાર કરનાર વિક્રમ માડમના નિવેદનથી કોંગ્રેસ છાવણીમાં સન્નાટે છે, ત્યારે ભાજપમાં જશ્નનો માહોલ છવાયો છે. હાલ તો વિક્રમ માડમે પરાજય સ્વીકારી છે, પરંતુ સાચી હકિકત તો 16મી મેનાં રોજ જાહેર થનારા પરિણામ બાદ માલુમ પડશે.