ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|

કોમી તોફાનોના 17 આરોપી જ્યુ. કસ્ટડીમાં

ગોધરા કાંડ બાદ થયેલા તોફાનોની તપાસ

ગોધરાકાંડ બાદ થયેલા ત્રણ અલગ અલગ કોમી તોફાનોમાં સંડોવાયેલા 17 જેટલાં લોકોને જ્યુડીસીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

અમદાવાદની સ્થાનિક કોર્ટે તમામને જ્યુડીસીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. પોલીસ રીમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતાં.

એસઆઈટી દ્વારા નરોડા પાટીયા, નરોડા ગામ અને મેઘાણીનગર ગુલમર્ગ સોસાયટી કેસમાં આરોપીઓની ધરપકડ કરી હતી. જેમને ધરપકડ કરીને કોર્ટનાં રીમાન્ડ મેળવાયા હતાં. રીમાન્ડ પુરા થતાં તેમને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

આ ધરપકડ કરાયેલાઓમાં મુકેશ વ્યાસ, રાકેશ વ્યાસ, સંજય વ્યાસ,ભીખાભાઈ પટેલ,મહેશ પંચાલ, વિજય પરમાર, રમેશ દીદાવાલા, કિશન મહિડીક, રાજુ તિવારી, મનિષ પટેલ, નારણ ટાંક, નગીન પટ્ટણી, દશરથ પટ્ટણી, અશોક કોરાણી, મણીલાલ ઠાકોર, લાખન ચુડાસમા અને ધર્મેશ શુક્લનો સમાવેશ થાય છે.