શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 23 ડિસેમ્બર 2013 (12:37 IST)

ગંગા નદીની સફાઇ શરુ કરો તે પહેલા સાબરમતી નદી તરફ જુઓ તો ખરા!!!

P.R
સાબરમતીનું સત્યપ મુખ્યીમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વારાણસીમાં એક જાહેર સભામાં કહ્યું હતું કે ‘મેલી દાટ થઈ ગયેલી ગંગા નદીને સ્વખચ્છય કરવી હોય તો અહીંની સરકાર અમદાવાદ આવે અને જુએ કે ગુજરાતે સાબરમતી અને લીલનું સામ્રાજ્યી ધરાવતી સાબરમતી જ જોવા મળશે.

વિધ્યારચળ પર્વતથી નીકળી ને અમદાવાદ શહેર સુધી પહોંચતા સુધીમાં તો સાબરમતી નદી પોતાનું મૂળ સ્વ્રૂપ ગુમાવી ચૂકી છે. હાલ સાબરમતીને નર્મદાના ઉછીના નીરથી ભરાય છે. તો ક્યાંક વળી તેમાં ગટરના ગંદા પાણી ઠલવાય છે. સુભાષબ્રિજથી વાસણા બેરેજ સુધીના ૧૧ કિ.મી. ના કાંઠઆમાં જ માત્ર પાણી ભરવામાં આવે છે. અત્યારે સાબરમતી નદીની સ્થિજતિ એવી છે કે, માત્ર ૧૧ કિ.મી.ના પટ્ટાને સાબરમતી નદી ગણીને તેને ભરાય છે. વાસણા બેરેજ પછી ગેરકાયદે સુએજ ટ્રીટેડ વોટર છોડાય છે તો સુભાષબ્રિજથી પહેલાની સાબરમતી નદી તો કોરીકટ પડી રહે છે.