શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 12 નવેમ્બર 2012 (11:16 IST)

ગડકરી વિરુદ્ધ અભિયાન શુ મોદીની ચાલ છે ?

P.R
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમા પર પહોંચી ચુક્યો છે. ભાજપા અહી ચૂંટ્ણી જીતવા માટે ખૂબ મહેનત કરી રહી છે, પણ પાર્ટીની અંદર પરસ્પર વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે.

આરએસએસના પૂર્વ પ્રવક્તા એમ.જી, વૈદ્યએ ગુજરતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે તેમણે મોદીના કહેવ પર જ ભાજપા અધ્યક્ષ નિતિન ગડકરીનો વિરોધ કર્યો હતો.

વૈદ્યે પોતાના બ્લોગમાં કહ્યુ કે ગડકરીના વિરોધના કેન્દ્રમાં મોદી છે. તે ભારતના પ્રધાનમંત્રી બનવા માંગે છે અને મનો પ્રધાનમંત્રી બનવાનો વિચાર ખોટો નથી.

તેમણે કહ્યુ કે મોદી ગડકરીને રસ્તામાંથી હટાવવા માટે રામ જેઠમલાણીનો ઉપયોગ કરી રહ્યા છે. મોદીના કહેવા પર જ ગડકરીનો વિરોધ કરનારા જસવંતસિંહ, યશવંત સિન્હા, શત્રુધ્ન સિન્હાને પોતાના પદથી રાજીનામુ આપી દેવુ જોઈએ.

આરએસએસના પૂર્વ પ્રવક્તાએ કહ્યુ કે પક્ષની અંદરના ક્લેશથી બચવા માટે ભાજપાએ હાલ પ્રધાનમંત્રી પદ માટે ઉમેદવાર જાહેર ન કરવો જોઈએ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગકરીને ભાજપા અધ્યક્ષ પદ પરથી હટાવવા માટે પાર્ટીમાં એક અભિયાન ચાલી રહ્યુ છે. વરિષ્ઠ નેતા જેઠમલાણીએ તેની આગેવાની કરી રહ્યા છે.